Friday, December 3, 2021
Homeડી કોક અને બોલર્સે શ્રીલંકાને 113 રને હરાવ્યું, દક્ષિણ આફ્રિકા 5 મેચની...
Array

ડી કોક અને બોલર્સે શ્રીલંકાને 113 રને હરાવ્યું, દક્ષિણ આફ્રિકા 5 મેચની સીરિઝમાં 2-0થી આગળ

સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાએ સેન્ચુરીયન ખાતેની બીજી વનડેમાં શ્રીલંકાને 113 રને હરાવ્યું છે. દક્ષિણ આફ્રિકા 45.1 ઓવરમાં 251 રન કરીને ઓલઆઉટ થયું હતું. તેમના માટે ક્વિન્ટન ડી કોકે સર્વાધિક 97 રન કર્યા હતા. તેના સિવાય કેપ્ટ્ન ફાફ ડુ પ્લેસીસે પણ 57 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા માટે થિસારા પરેરાએ 3 વિકેટ જયારે લસિથ મલિંગા અને ધનંજય ડી સિલ્વાએ 2-2 વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 32.2 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થયું હતું. દક્ષિણ આફ્રિકા માટે કગીસૉ રબાડાએ 3 વિકેટ, જયારે લૂંગી ગીડી, એનરીચ નોર્ટજે અને ઇમરાન તાહિરે 2-2 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા 5 મેચની સીરિઝમાં 2-0થી આગળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments