ડુંગરના પગથિયાં પર ખળ ખળ પાણી વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

0
0

વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિને નજીકથી માણવી હોય તો તે સ્થળ છે પારનેરાનો ડુંગર. ચોમાસાનો પ્રારંભ થતા જ પારનેરાના ડુંગર પર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડુંગર ઉપર અને આસપાસના વિસ્તારમાં ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ચાલુ વરસાદમાં તો ડુંગરના પગથિયાં પરથી ધોધની માફક પાણી વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે.

ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી
વલસાડ તાલુકામાં અત્યાર સુધીમાં 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે પારનેરા ડુંગરની આસપાસ પ્રકૃતિ ખીલી ઉઠતા ડુંગરની સુદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા પારનેરા ડુંગરના દ્રશ્ય જોતા તો જ્યાં જુઓ ત્યાં એક જ લીલો કલર નજરે પડે છે.

શું છે પારનેરા ડુંગરનો ઈતિહાસ?
વલસાડ જિલ્લામાં આવેલા પારનેરા ડુંગરની વાત કરીએ તો, આ ડુંગર પર શિવાજી મહારાજનો કિલ્લો આવેલો છે. લોકવાયકા મુજબ શિવાજી મહારાજે તેનો ચેતક ઘોડો પારનેરા ડુંગર પરથી કુદાવ્યો હતો. અહીં ચંદ્રિકા, અંબિકા, નવદુર્ગા અને મહાકાળી માતાજીના મંદિરો આવેલા હોવાથી આ સ્થળ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં પૂનમ ભરવાનું પણ ખૂબજ મહાત્મય છે.

પ્રવાસીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન
દક્ષિણ ગુજરાતમાં આમ તો પ્રવાસીઓ ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા અને ગીરાધોધ આકર્ષણનું કેંદ્ર રહેતા હોય છે. પરંતુ, વલસાડ જિલ્લાનો પારનેરાનો ડુંગર પણ પ્રવાસીઓ માટે ચોમાસા દરમિયાન હરવા ફરવા માટે ફેવરિટ ડેસ્ટિનેશન રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here