Monday, January 24, 2022
Homeડેટા પ્રાઈવસી રૂલ્સના પગલે મુકેશ અંબાણીના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મનું કોકડું ગુંચવાયું
Array

ડેટા પ્રાઈવસી રૂલ્સના પગલે મુકેશ અંબાણીના ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મનું કોકડું ગુંચવાયું

મુંબઈઃ એશિયાન સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સંચાલિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL) હાલ તેની સમગ્ર તાકાત તેનું ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં લગાવી રહી છે. આ માટે કંપની તેની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો અને રિલાયન્સ રિટેલનો પણ સહારો લઈ દેશમાં છવાયેલી વિદેશી કંપની એમેઝોનને ટક્કર આપવા માંગે છે. પરંતુ આ સમગ્ર કામગીરીમાં ડેટા પ્રાઈવસી રૂલ્સના કારણે અડચણ આવી શકે છે. આ મુજબ કોઈ પણ અલગ-અલગ કંપનીઓના ગ્રાહકોના ડેટાની એક-બીજા સાથે આપ-લે ન થઈ શકે.

આ અંગે રિલાયન્સના એક સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે બંને કંપનીઓના ગ્રાહકોના ડેટાનું શેરિંગ ન કરી શકાય. અને જો આમ કરવામાં આવે તો તેના કારણે કાયદાકીય મુશ્કેલી સર્જાઈ શકે છે. આ બાબતે રિલાયન્સ રિટેલ લિમિટેડના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર અશ્વીન ખસગીવાલાએ જણાવ્યું હતું કે બંને કંપનીઓ અલગ હોવાથી અહીં ડેટા પ્રાઈવસી રૂલ્સ લાગું પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને પ્લેટફોર્મ્સ અલગ-અલગ છે. જોકે તેમણે ગ્રુપ આ કાયદાકીય ગુચવણનું કેવી રીતે સોલ્યુશન લાવશે, તે અંગે કંઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો. આ માહિતી ચીફ ફાઈનાન્શિયલ ઓફિસરે મુંબઈમાં આપી હતી.

જોકે એવી બાબત પણ હાલ ચર્ચાઈ રહી છે કે આ કાયદાકીય અડચણનો સામનો ન કરવો પડે તે માટે અંબાણી બંને રિલાયન્સ યુનિટ્સને મર્જ પણ કરી શકે છે. આ અંગે બુસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના હેડ અભિષેક સિંધીએ જણાવ્યું હતું કે બંને લીગલ કંપનીઓ વચ્ચે ડેટા શેરિંગ એ એક અધરી બાબત છે. આ બાબતે મારો મત એવો છે કે એક કંપનીને લાગુ પડતા નિયમોની વાત કરવામાં આવે તો બંને એક સાથે જ આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular