Friday, December 3, 2021
Homeડૉ. ગણી રાજેન્દ્ર મુનિ મહારાજે છોટાઉદેપુર બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી
Array

ડૉ. ગણી રાજેન્દ્ર મુનિ મહારાજે છોટાઉદેપુર બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

છોટાઉદેપુરઃ લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવાર શોધવાની કવાયત હાથ ધરી છે, ત્યારે ડો. ગણી રાજેન્દ્ર મુનિ મહારાજે આદિવાસી સમાજના હિત માટે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

ડો. ગણી રાજેન્દ્ર મુનિ મહારજ કવાંટ તાલુકાના બળદ ગામમાં આદિવાસી પરિવારમાં જન્મ્યા હતા. તેઓ છેલ્લા 35 વર્ષથી જૈન ધર્મ અંગીકાર કરીને આદિવાસી સમાજમાં વ્યસન મુક્તિ, શિક્ષણ જેવા મુદ્દે લડત ચલાવી રહ્યા છે. ડો. ગણી રાજેન્દ્ર મુનિ મહારાજે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના હિત માટે સમાજના અગ્રણીઓ દ્વારા મને ચૂંટણી લડવા માટે જણાવવામાં આવશે, ત્યારે હું અમારા સમાજના હિત માટે લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છું. ધર્મનીતિ અને રાજનીતિમાં નીતિ શબ્દ મહત્વનો છે, અમે સંન્યાસી છીએ, પરંતુ સમાજના હિત માટે રાજનીતિ કરવી પડે તો, હું નીતિમાં રહીને રાજનીતિ કરીશ.

તમે ભાજપ કે કોંગ્રેસ કઇ પાર્ટીમાંથી ચૂંટણી લડશો તેમ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, મારે બંને પાર્ટીઓ સાથેના ઉચ્ચ કક્ષાએ સંબંધો છે, પરંતુ અમારા સમાજનું હિત જે ઈચ્છતા હોય અને આવનાર દિવસોમાં અમારા સમાજનો વિકાસ કરવાની જે તૈયારી બતાવશે અને અમારા સમાજના અને અમને સહકાર આપવા ઇચ્છતા આગેવાનો કહેશે તે પાર્ટીમાંથી ચૂંટણી લડવા હું તૈયાર છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments