ડૉ.જગદીશ ભાવસાર KGથી PG સુધીના શિક્ષણ સાથે સંકળાયેલા રાજ્યના એકમાત્ર ઉપકુલપતિ

0
43

અમદાવાદઃ શિક્ષણશાસ્ત્રી જગદીશ ભાવસાર રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ બન્યા છે. વ્યવસાયે શિક્ષક એવા જગદીશ ભાવસાર કેજીથી લઈને પીજી સુધીના શિક્ષણ સાથે સંકળાયેલા રાજ્યના એકમાત્ર ઉપકુલપતિ છે. માત્ર એટલું જ નહીં તેઓ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સીધા જોડાયેલા છે. અમદાવાદ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે કે સ્કૂલ બોર્ડથી માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે.

ડૉ.જગદીશ ભાવસાર એમ.એ.(અર્થશાસ્ત્ર-ઈતિહાસ), બીએડ અને પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવે છે. ગુજરાત યુનિવસિર્ટીના સેનેટ સભ્ય તરીકે 20 વર્ષ સુધી જવાબદારી સંભાળી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here