ડોમિનોઝ : ‘ડોમ’ રોબોટથી કસ્ટમર સુધી યોગ્ય પિઝા પહોંચશે, ખામી જણાતાં પિઝાને રિજેક્ટ કરશે

0
48

ગેજેટ ડેસ્ક: એઆઈ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) રોબોટનો ઉપયોગ હવે ફૂડ ઈન્ડસ્ટ્રી પણ કરવા લાગી છે. હાલમાં જ પિઝા મેકિંગ કંપની ડોમિનોઝે એક એવો રોબોટ તૈયાર કર્યો છે જે, પિઝામાં ખામી જોઈને તેને તરત રિજેક્ટ કરી દેશે. આ રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. કંપનીએ તેને ‘ડોમ’ નામ આપ્યું છે. આ ડોમ રોબોટમાં એઆઈ ટેક્નોલોજી સિવાય એડવાન્સ્ડ મશીન લર્નિગ અને સેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ પણ કર્યો છે. આ ટેક્નોલોજી પિઝાનો પ્રકાર, ટોપિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનું ધ્યાન રાખે છે. ડોમ રોબોટ સૌપ્રથમ વર્ષ 2017માં માર્કેટમાં આવ્યો હતો, પણ હવે ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના અમુક સ્ટોરમાં ડોમ રોબોટ કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે.

‘ડોમ’ રોબોટની ખાસિયત

  • રોબોટમાં સ્કેનિંગ ડિવાઇસ લગાવ્યું છે, જે કટ ટેબલ પર લાગેલું હશે. આ ટેબલ પર પિઝા બનાવવામાં આવે છે અને કુક દ્વારા ચેક કરવામાં આવે છે.
  • પિઝા કટિંગ, બોક્સિંગ અને ડિલિવરી કર્યા પહેલાં આ રોબોટ પિઝાનો ફોટો લઈને તેની ડેટાબેન્કમાં સેવ કરેલા ફોટા સાથે સરખાવે છે.
  • આ ઉપરાંત પિઝાનો પ્રકાર ઓળખીને રોબોટ ચેક કરે છે કે, તેમાં ટોપિંગ સરખું છે કે નહીં. ટોપિંગ બરાબર ન હોય તો તે તેને રિજેક્ટ કરી દે છે. ત્યારબાદ રિજેક્ટ થયેલો પિઝા ફરી વખત બનાવવા માટે મોકલાય છે.
  • કંપનીનું કહેવું છે કે, આ ટેક્નોલોજીનો ઉપયોગથી સમયની સાથે યોગ્ય કામ કરી શકાશે. સાથે જ તેમાં નવા ફીચર્સ જોડવાથી રિયલ ટાઈમમાં પિઝા બનીને કસ્ટમર સુધી પહોંચી જશે.
  • ડોમ રોબોટ બનાવ્યા બાદ ભવિષ્યમાં કંપની ડ્રોન, ડિલિવરી રોબોટ અને સેલ્ફ ડ્રાઇવિંગ પિઝા વ્હીકલને તૈયાર કરવાનું પણ વિચારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here