ઝારખંડના ગઢવા જિલ્લામાં આજે એક ગમખ્વાર બસ અક્સમાતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત અને 39 લોકો ઘાયલ થયા છે. આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી ગઢવા આવી રહી હતી. બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્ઘટના સર્જાઈ અને બસ અન્નરાજ ઘાટીમાં જઈને ખાબકી.
મળતી માહિતી પ્રમાણે અત્યારે લોકોને બચાવવાનું કામ ચાલુ છે. અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસન લોકોને બચાવવાના કામમાં લાગ્યાં છે.
આ અકસ્માત અંદાજે રાત્રે બે વાગ્યે એ સમયે થયો જ્યારે બસ કાબૂમાં ના રહેતા અન્નરાજ ઘાટીમાં ગાર્ડ વોલ તોડીને નીચે પડી ગઇ. ઘાયલોમાં જુબેદાબીબી (25 વર્ષ), પુત્ર ઈમરાન અંસારી (5 વર્ષ), પુત્રી ખુશબુ પરવીન (12 વર્ષ), સસરા ઈસ્લામ મિયા, જબર ઠાકુર (25 વર્ષ), સહિત 39 લોકો સામેલ છે. કહેવાય છે કે અન્નરાજ ઘાટીમાં નાના મોટા અકસ્માત થવાનો યથાવત છે.