Thursday, September 23, 2021
Homeઢાકાની 22 માળની ઇમારતમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત, 70થી વધુ ઘાયલ
Array

ઢાકાની 22 માળની ઇમારતમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત, 70થી વધુ ઘાયલ

ઢાકાઃ રાજધાની ઢાકામાં ગુરૂવારે 22 માળની ઇમારતમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત થયા છે. દુર્ઘટનામાં 70થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં શ્રીલંકાના નાગરિક પણ છે. અંદાજિત 100 લોકોને બચાવવામાં આવ્યા છે. આગ બૂઝાવવા માટે હેલિકોપ્ટરથી પણ ઇમારત પર પાણી છોડવામાં આવ્યું છે.

 

આગ બપોરે 1 વાગ્યે બનાની વિસ્તારના એફઆર ટાવરની છઠ્ઠા માળે આગ લાગી. ધીરેધીરે આગ બીજા માળમાં પણ ફેલાઇ. પહેલા લોકો મદદની બૂમો પાડવા લાગ્યા, જ્યારે મદદ ના મળી તો બચાવવા માટે ઇમારતથી કૂદી ગયા. આવું કરવામાં 7 લોકોનાં મોત થયા છે. ઇમારતની અંદર 13 શબ મળ્યા છે. હજુ પણ ઘણાં લોકો ઇમારતમાં ફસાયેલા હોવાની આશંકા છે. ઘાયલોનો ઇલાજ સેનાની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. આગ લાગવાના કારણો અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. ઇમારતમાં કપડાંની દુકાનો અને ઇન્ટરનેટ સેવાની ઓફિસ છે.

આ ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું કે, ઉપરના માળેથી લોકો બારીમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. કેટલાંક લોકોએ ઇમારતના કિનારે એક ટેલિવિઝન કેબલને નીચે પાડી દીધો, જેની મદદથી તેઓ નીચે આવી શકે. બાદમાં તેઓને હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા, પરંતુ તેઓ નસીબદાર નહતા. ઢાકા ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના નિર્દેશક ઝૂલ્ફીકાર રહેમાને જણાવ્યું કે, હેલિકોપ્ટર અને સીડીની મદદથી 100થી વધુ લોકોને ઇમારતથી બચાવવામાં આવ્યા છે. અમારી ટીમ દરેક ફ્લોર પર તપાસ કરી રહી છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.

ગત મહિને ઢાકાના ભીડવાળા ચોકાબાજારમાં એક એપાર્ટમેન્ટની ઇમારતો અને રાસાયણિક ગોડાઉનમાં આગ લાગી ગઇ હતી. તેમાં 110 લોકોનાં મોત થયા હતા. આ 5 દિવસ પહેલાં ચટગાંવ ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી 10 લોકોનાં મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments