Tuesday, September 21, 2021
Homeતપાસ ઓફિસરની ટ્રાન્સફર કરવાથી મુંબઈ ઈડીના સ્પેશિયલ ડિરેક્ટરને હટાવવામાં આવ્યા
Array

તપાસ ઓફિસરની ટ્રાન્સફર કરવાથી મુંબઈ ઈડીના સ્પેશિયલ ડિરેક્ટરને હટાવવામાં આવ્યા

મુંબઈ: સરકારે મુંબઈ ઈડીના સ્પેશિયલ ડિરેક્ટર વિનીત અગ્રવાલને તેમના પદ પરથી હટાવી દીધા છે. વિનીત અગ્રવાલે નીરવ મોદી કેસમાં તપાસ કરી રહેલા અધિકારીની ટ્રાન્સફર કરી હોવાથી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે. અગ્રવાલનો કાર્યકાળ પણ 3 વર્ષ ઓછો કરી દેવામાં આવ્યો છે. અગ્રવાલ મહારાષ્ટ્ર કેડરના 1994 બેચના આઈપીએસ ઓફિસર છે. તેમને તાત્કાલિક તેમના ગૃહરાજ્ય (વતન) મોકલી દેવામાં આવ્યા છે.

સ્પેશિયલ ડિરેક્ટરનું 4 રાજ્યો પર નિયંત્રણ હોય છે

ઓફિસરોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય નાણા પ્રધાને મંત્રીમંડળની નિયુક્ત સમિતિમાંથી મંજૂરી મળ્યા પછી મંગળવારે આ આદેશ જાહેર કર્યો છે. ત્યારપછી દિલ્હીમાં આવેલા ઈડીના હેડ ક્વાર્ટરથી અગ્રવાલને સ્પેશિલ ડિરેક્ટર પદથી કાર્યમુક્ત કરવાનો ઓર્ડર જાહેર કર્યો છે. મુંબઈમાં ઈડીના સ્પેશિલ ડિરેક્ટર પશ્ચિમી વિસ્તારના પ્રમુખ હોય છે. તેમનું મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર નિયંત્રણ હોય છે.

હવે મુંબઈના સ્પેશિલ ડિરેક્ટરનો કાર્યભાર ચેન્નાઈમાં તહેનાત ડિરેક્ટરને સોંપવામાં આવ્યો છે. અગ્રવાલને 5 વર્ષ માટે ઈડીમાં જાન્યુઆરી 2017થી ડેપ્યુટેશન તરીકે રાખવામાં આવ્યા હતા. તેમનું નામ તે સમયે ચર્ચામાં આવ્યું જ્યારે 29 માર્ચે તેમણે ઈડીના સંયુક્ત ડિરેક્ટર સત્યવ્રત કુમારને નીરવ મોદીની તપાસ કેસમાંથી ટ્રાન્સફર કર્યા હતા.

અગ્રવાલના આ આદેશના કારણે વિવાદ થયો હતો. તેના થોડા કલાક પછી જ ઈડીના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાએ એક નવો આદેશ જાહેર કરીને અગ્રવાલનો આદેશ રદ કર્યો હતો. એક મહત્વના કેસમાં આ પ્રમાણેની કાર્યવાહીના કારણે એજન્સીને શર્મનાક સ્થિતિમાં મુકાવુ પડ્યું હતું. ઈડીએ તેમનો રિપોર્ટ નાણા મંત્રાલય અને પીએમઓને પણ મોકલ્યો હતો. અગ્રવાલને ઈડીના ડિરેક્ટરની શક્તિનો દૂરઉપયોગ અને સરકારી કાર્યવાહીમાં દખલગીરી કરવામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

ઓફિસરોના જણાવ્યા પ્રમાણે સ્પેશિયલ ડિરેક્ટરને માત્ર સહાયક ડિરેક્ટર સ્તરના ઓફિસરોની ટ્રાન્સફર કરવાનો અથવા તેમના ચાર્જ બદલવાનો અધિકાર હોય છે. સયુંક્ત ડિરેક્ટર, સહાયક ડિરેક્ટરથી ઉપરનું પદ હોય છે. આ પદ પર બેઠેલા ઓફિસરોની ટ્રાન્સફરનો અધિકાર ઈડી ડિરેક્ટરની પાસે હોય છે. 29 માર્ચના રોજ આ ઘટનાના કારણે વિવાદ ઉભો થયો હતો. તેના કારણે નીરવ મોદીની પ્રત્યર્પણની ઘટના થોડી પાછી ઠેલાઈ હતી.

રૂ. 13,700 કરોડના પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની માર્ચમાં લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહ્યા છે. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી વિરુદ્ધ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments