Tuesday, September 21, 2021
Homeતમને વિશ્વાસ નહીં આવે, આ યુવતી એક વખત ઊંઘી જાય તો ત્રણ...
Array

તમને વિશ્વાસ નહીં આવે, આ યુવતી એક વખત ઊંઘી જાય તો ત્રણ અઠવાડિયે જાગે

ઈંગ્લેન્ડના લેઈસેસ્ટરમાં રહેતી રોડા રોડ્રિગ્સ ડાયઝ નામની બાવીસ વર્ષની છોકરી અચાનક જ ઊંઘવાના હુમલા આવે છે. એ વખતે તે લગાતાર સૂતી જ રહે છે. તાજેતરમાં તેની પરીક્ષાના દિવસો ચાલી રહ્યા હતા અને અચાનક જ તેને ઊંઘનો હુમલો આવ્યો તે સતત ત્રણ વીક સુધી સૂતી જ રહી. આ દરમિયાન તે રોજના ૨૧ કલાકથી વધુ ઊંઘતી હોય છે.

જ્યારે ઊઠે ત્યારે કંઈક ખાવા-પીવા અને ટોઈલેટ જવા માટે. તે વખતે પણ તે અડધી તંદ્રાવસ્થામાં જ હોય. બાળપણથી જ તેને આ રીતે ઊંઘી જવાની સમસ્યા થતી આવી છે, પરંતુ હવે એની ફ્રિકવન્સી વધી ગઈ છે તે ગમે ત્યારે ઊંઘમાં સરી પડે છે એ પછી ક્યારેક ઊઠશે એ કહેવું મુશ્કેલ હોય છે.

આ જ કારણોસર તેને કેટલીયે સ્કૂલ અને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવી છે. તેને બહુ રેર જોવા મળતો સ્લીપિંગ બ્યુટી સિન્ડ્રોમ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments