તમને શંકા જાય કે આ આતંકવાદી છે તો સીધો આ નંબર પર ફોન કરી દો, પોલીસ આવીને લઈ જશે

0
34

પાકિસ્તાન પરની કાર્યવાહી પછી સરહદોની સુરક્ષામાં વધારો થયો છે. ગુજરાતના સરહદી વિસ્તારો પર આર્મીને પણ ચેતવણી આપી દીધી છે, અહીં લોકો માટે હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. જો કોઈ શંકાસ્પદ વ્યકિત લાગે તો 02832-258439 પર કોલ કરીને માહિતી આપી શકે છે.

ભારતે પાકિસ્તાન પર કરેલા હવાઈ હુમલા બાદ ગુજરાતના સરહદી વિસ્તારની સુરક્ષા વધારાઈ છે. ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલી સરહદો પર હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં એલર્ટને પગલે ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્યપ્રધાન, ગૃહ સચિવ તેમજ ડીજીપી શિવાનંદ ઝા, આઈબી વડા સહિત રાજ્યના ચીફ સેક્રેટરી અને સીએમના સલાહકાર પણ હાજર રહ્યાં. બેઠકમાં સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી.

દેશની દરિયાઈ સીમામાં માછીમારી કરતા માછીમારોને પાકિસ્તાની બોર્ડર નજીક ન જવા સુચના અપાઈ છે. આ ઉપરાંત નો ફિશીંગ ઝોનમાં જવાની પણ મનાઈ ફરમાવાઈ છે. મરીન સિક્યુરિટી તેમજ મરીન આઈબીને એલર્ટ કરવામાં આવી છે. સાથે જમીન માર્ગની સલામતીમાં પણ વધારો કરાયો છે.

કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ કે વ્યક્તિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે તમામ બાતમીદારો ને સક્રિય કરી સુરક્ષા વ્યવસ્થા ચાંપતી કરવા આદેશ અપાયા છે. આ ઉપરાંત બીએસએફ અને કોસ્ટગાર્ડના અધિકારી ઓ સાથે પણ રાજ્યના ચીફ સેક્રેટરીની બેઠક યોજાઈ હતી.

સીએમે કહ્યું કે ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાન સરહદે હિલચાલ વધી છે એટલે સુરક્ષાના ભાગ રૂપે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે ચિંતાની વાત નથી. આગામી સપ્તાહે મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો છે ત્યારે તેની સુરક્ષા પણ વધુ મજબૂત કરવામાં આવી છે. આ મેળામાં સીસીટીવી કેમેરાથી પણ બાજનજર રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here