Wednesday, September 22, 2021
Homeતમારા પાસેથી દંડ વસૂલતી ટ્રાફિક પોલીસના આ ફોટો જોઈને ગુસ્સો આવશે
Array

તમારા પાસેથી દંડ વસૂલતી ટ્રાફિક પોલીસના આ ફોટો જોઈને ગુસ્સો આવશે

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા કોલેજના વિદ્યાર્થીઓ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં લો ગાર્ડન ખાતે જીએલએસ કોલેજ બહાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
વિદ્યાર્થી અને વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર ચલાવે તો ટ્રાફિક પોલીસ તેમની પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરે છે જ્યારે શહેરના જ કેટલાક વિસ્તારમાં પોલીસ કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવે છે અને તેમની સામે કોઈ કાર્યવાહી થતી ન હોવાથી વિદ્યાર્થીઓ તથા વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આમ, કાયદાના પાલનની જવાબદારી જેમના શિરે છે તેઓ કાયદાનો ભંગ કરે છે અને અન્ય વાહનચાલકો  દંડાય છે એવું જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે પણ ટુવ્હીલર પર હેલ્મેટ પહેરવી ફરજિયાત હોવા છતાં પોલીસ કમિશનરના આદેશનું પાલન નહીં થતું હોવાની આ તસવીરો ચાડી ખાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments