તમિલનાડુમાં PMએ AIMSનું ઉદ્ધાટન કર્યુ; લાખો લોકોએ ગો બેક મોદી ટ્વીટ કરી વિરોધ દાખવ્યો

0
880

ચેન્નાઈઃ વડાપ્રધાન મોદીએ રવિવારે 1200 કરોડનાં ખર્ચે નિર્માણધીન તમિલનાડુનાં મદુરાઈમાં આવેલી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નો પાયો નાંખ્યો. આ ઉપરાંત મોદીએ થંજાવુર, રાજાજી અને તિરુનેલવેલીની મેડિકલ કોલેજનાં સ્પેશ્યલ બ્લોકોનું પણ ઉદ્ધાટન કર્યુ હતુ. જો કે મોદીનાં આગમન પહેલા જ #GoBackModiનું ટ્વીટ કરીને 2 લાખ 95 હજાર લોકોએ ટ્વીટ કરીને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દેશને લૂંટતા એક એક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશે – મોદી

1200 કરોડનાં ખર્ચ  નિર્માણ થનારી એઈમ્સનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધતા કહ્યુ કે, “આ પગલાંથી તમિલનાડુનાં તમામ લોકોને લાભ મળશે. અમારું એક જ લક્ષ્ય છે કે તમિલનાડુ દેશમાં એરોસ્પેશ અને ડિફેન્સ ઈન્ડસ્ટ્રીનું હબ બને.” વધુમાં તેમણે કહ્યું કે, “સરકાર દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે મહત્વનાં પગલા ભરી રહી છે. દેશને લૂંટનારા એક એક વ્યક્તિએ કાયદાનો સામનો કરવો પડશે.”

ટ્વીટર પર #GoBackModiનાં 2 લાખ 95 હજાર ટ્વીટ

વડાપ્રધાનનાં તમિલનાડુ પ્રવાસ પર ટ્વીટર પર તેમની ટીકા કરાઈ રહી છે. સવારે આશરે 10.30 કલાકે #GoBackModiનાં 2 લાખ 95 હજાર ટ્વીટ થઈ ચુક્યા હતા. તો સાથે જ મોદીનાં વેલકમ માટે પણ #TNWelcomesModi લખીને 73 હાજરથી પણ વધુ લોકોએ ટ્વીટ કર્યુ છે.

પીએમ મોદીની ભૂમિકાથી જનતાની નારાજગી

તમિલનાડુનાં લોકો ઘણા કારણોથી પીએમ મોદીથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અહીનાં લોકોને લાગી રહ્યું છે કે મોદીએ તેમના માટે કંઈ કર્યુ નથી. કાવેરી મુદ્દો, મેકાડતૂ ડેમ પરિયોજના, સ્ટરલાઈટ પર પીએમ મોદીનાં સિવાયેલા હોઠ જનતાની નારાજગીનું કારણ બન્યું છે. આ ઉપરાંત વિવાદાસ્પદ થૂથૂકુડી પોલીસ ફાયરિંગ અને તમિલાનડુની પ્રજાને તબાહ કરતા ગાજા વાવાઝોડામાં પીએમની ભૂમિકાથી લોકો નારાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here