Tuesday, December 7, 2021
Homeતમિલનાડુ વિધાનસભામાં સ્વીપરની 14 જગ્યાઓ માટે 4600 અરજીઓ આવી, ઉમેદવારોમાં એન્જિનયર-MBA પણ...
Array

તમિલનાડુ વિધાનસભામાં સ્વીપરની 14 જગ્યાઓ માટે 4600 અરજીઓ આવી, ઉમેદવારોમાં એન્જિનયર-MBA પણ સામેલ

ચેન્નાઈઃ તમિલનાડુ વિધાનસભામાં સ્વીપર અને સેનેટરી વર્કરની 14 જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ હતી. જેના માટે એન્જિનયરો અને એમબીએ સહિત 4600 ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉપરાંત ઘણા ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા લોકોએ પણ આ જગ્યાઓ માટે અરજી કરી છે.

  • 26 સપ્ટેમ્બરે વિધાનસભા સચિવાલયે આ જગ્યાઓની પૂર્તિ માટે અરજીઓ મંગાવી હતી, ઉમેદવારોની પસંદગી માટે ફક્ત શારિરીક સક્ષમતાને જ ધ્યાનમાં રખાઈ હતી. આ ઉપરાંત અરજદારની ઉમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. જોકે તેનાથી વધુ ઉમર વિશે કંઈ જણાવવામાં આવ્યુ નથી.
  • સચિવાલયને કુલ 4607 અરજીઓ મળી છે. આ અરજીઓ પૈકી 3930 અરજદારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાંથી 677 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. આ 14 જગ્યાઓમાંથી 4 જનરલ કેટેગરી માટે, 4 ઓબીસી, ત્રણ અતિપછાત વર્ગ માટે, 2 એસસી માટે અને એક એસટી વર્ગ માટે ફાળવવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments