સાબુનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે. દિવસ દરમિયાન અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રકારના સાબુનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાબુનો ઉપયોગ અલગ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમાંથી ફીણ એકસરખા જ નીકળે છે? જી હાં જે સાબુનો રંગ પણ સફેદ ન હોય તેમાંથી પણ ફીણ તો સફેદ જ નીકળશે. આવું શા માટે થાય છે ચાલો તમને જણાવીએ.
સાબુમાંથી નીકળતા સફેદ ફીણ પાછળ શું વિજ્ઞાન છે તે જાણી લો. જે કારણથી કોઈપણ વસ્તુ રંગ ગ્રહણ કરે છે તેનો કોઈ રંગ હોતો નથી. પરંતુ પ્રકાશના કારણે તે ખાસ રંગ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે કોઈપણ વસ્તુ જે રંગને પરાવર્તિત એટલે કે રિફ્લેક્ટ કરે છે તે તેવા જ રંગની દેખાય છે. તમને વિજ્ઞાનનો તે નિયમ તો યાદ જ હશે કે જે વસ્તુ તમામ રંગોને અવશોષિત કરી શકે છે તે કાળી દેખાય છે. તેવી જ રીતે જે તમામ રંગોને રિફ્લેક્ટ કરે છે તે સફેદ રંગની દેખાય છે. સાબુના ફીણ પણ તમામ રંગને રિફ્લેક્ટ કરે છે. ફીણ નાના પરપોટાથી બને છે. આ પરપોટા સરળતાથી પ્રકારશને પરાવર્તિત કરે છે તેથી તે સફેદ રંગના દેખાય છે.