તલોદ તાલુકાના સીમલીયા ગામની બે સંતાનની માતાને લોનની લાલચ આપીને ડાકોર લઇ જઈ બળાત્કાર ગુજાર્યો

0
214

ધનલક્ષ્મી પ્રાઈવેટ ફાઈનાસના કર્મચારી નામે મેલસિંહ તલોદ તાલુકાની સીમલીયા ગામની બે સંતાનની માતાને લોનની લાલચ આપીને ઘરેથી બાઈકમા બેસાડીને ડાકોરમા જઈને એક રૂમમા બળત્કાર ગુજાર્યો

આજકાલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાઈવેટ ફાઈનાસો વાળા ઘરે ઘરે ફરીને ફક્ત મહિલાઓને લોન આપવાની પ્રક્રીયામા વધારો થઈ જવા પામ્યો છે. પરંતુ લોનની લાલચમા ન બનવાનુ બની જાય ત્યારે ભલભલાના હૈયાકંપી જાય છે તેવો જ કીસ્સો તલોદ તાલુકાના સીમલીયા ગામે તાજો બનવા પામ્યો છે. તલોદ પોલીસ સ્ટેશનમાંથી મળતી વીગતવાર માહિતી મુજબ એક મહિલા (નામ લખ્યુ નથી) તલોદ પોલીસ સ્ટેશનમા રૂબરૂમા આવી ફરીયાદ લખાવી છે તે સીમલીયા ગામની વતની છે. અને આ મહિલાને બે પુત્રો છે. અને તેના પતિ અને પરીવાર સાથે રહીને પોતાનુ જીવન પસાર કરે છે ત્યારે આ મહિલાએ પોતાની વિગત આપતા જણાવ્યુ છે કે અમારા ગામમા ધનલક્ષ્મી ફાઈનાસમાથી નોકરી કરતા મેલસિંહ અર્જુનસિંહ ચૌહાણ રહેઠાણ ઈસનપુર ડોડીયા, તાલુકો- દહેગામ, જિલ્લો-ગાંધીનગર  નાઓ અમારા ગામમા આવતા જતા હોવાથી મારા પતિએ બે વર્ષ પહેલા ૬૦,૦૦૦ રૂપીયાની લોન લીધી હતી. અને તે લોનના હપ્તા લેવા માટે આ મેલસિંહ મારા ઘરે અવારનવાર આવતો હતો તેથીહુ તેને સારી રીતે ઓળખતી હતી. અને આ લોનના હપ્તા પુરા થઈ જતા અમારે નવુ મકાન બનાવવા માટે ૧ લાખ રૂપીયાની જરૂર હોવાથી મારા પતિએ  આ વ્યક્તિને વાત કરી હતી. અને તમારે મકાનની લોન લેવી હોય તો લેડીજને મળશે અને ડોક્યુમેન્સ તૈયાર રાખજો તેવી વાત કરી હતી. અને તારીખ ૨૫/૫/૧૯ ના રોજ બપોરના સમયે મારા પતિ ઘરે હાજર હતા ત્યારે મેલસિંહ આવીને તમામ ડોક્યુમેન્ટસ લઈ ગયો હતો. અને તારીખ ૩૧/૫/૧૯  ના રોજ સાંજના ચાર વાગે આ મેલસિંહ  મારા ઘરે આવીને કાલે લોન મળી જશે તમે તૈયાર રહેજો એવુ કહીને જતો રહ્યો હતો અને તારીખ ૧/૬/૧૯ ના રોજ સવારના છ વાગે મારા પતિ ટ્રેકટર લઈને ફેરા કરવા ગયેલા ત્યારે મારા સાસુ સસરા અને બાળકો સહીત હુ ઘરે હતી ત્યારે ૧૦ વાગે મેલસિંહ મારા ઘરે આવીને કહ્યુ કે તમારી લોન પાસ થઈ ગઈ છે. અને બીજી તમારા ગામની મહિલાઓ ઈક્કો ગાડીમા આગળ ઉભી છે અને તમે મારી બાઈકમા તાત્કાલિક બેસી જાઓ. ત્યારે આ મહિલાએ કહ્યુ કે મારા બાળકોને સાથે લઈ લઊ પરંતુ આ વ્યક્તિએ બાળકોને સાથે લેવાની ના પાડી હતી અને જો મારી બાઇકમા હાલ નહી બેસો તો તમારી લોન રદ થઈ જશે તેવી ધમકી આપી હતી. તેથી આ મહિલાએ સાસુ સસરાને પુછીને બાઈકમા બેસી ગયા હતા અને આપણે અમદાવાદ જવાનુ છે તેમ કહી આ બેને ઈક્કો ગાડી ક્યા છે તેમ કહેતા ગાડી જતી રહી છે આપણે મોટરસાઈકલમા જવાનુ  છે. અને અમારી ઓફીસ ડાકોરમા આવેલી છે. ત્યા ઓફીસે આપણે જવુ પડશે. અને બપોરના ૧ વાગે ડાકોર પહોચતા એક ડબલ માળના મકાનમા મને લઈ જઈને એક રૂમનો દરવાજો બંધ કરી પલંગમા નાખીને મને જાનથી મારી નાખવાની ધમકી આપીને મારા ઉપર બળજબરી પુર્વક બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. અને બળાત્કાર ગુજાર્યા પછી મોટર સાઈકલ ઉપર ૫ વાગે મને દહેગામ નહેરુ ચોકડી પાસે આવેલી ધનલક્ષ્મી ઓફીસે ઉતારી મારા પતિને ફોન કરીને અહિયાથી લઈ જાઓ તેવુ જણાવ્યુ હતુ. અને મને ધમકી આપીને કહ્યુ હતુ કે આ વાત જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. અને આ તમામ હકીકત આ મહિલાએ સીમલીયા ગામે આવતા પત્નીએ તેના ઉપર ગુજારેલા બળાત્કારની વિગતવાર માહિતી તેમના પતિને આપી હતી ત્યારે તેના પતિએ પત્ની સાથે આવીને તલોદ પોલીસ સ્ટેશનમા પોલીસ ફરીયાદ નોધાવતા  તલોદના પીએસઆઈ પીડી ચૌધરીએ ગણતરીના કલાકોમા જ આ બળાત્કારીને તલોદ જેલની હવા ખાતો કરી દીધો છે. ધનલક્ષ્મી ફાઈનાસના ઈજ્જતના ધજાગડા ઉડાડતા આવા ઈસમ સામે કડકમા કડક સજા થાય તેવી પરીવારની માંગ થવા પામી છે.

 

  • દહેગામ તાલુકાના ઈસનપુર ડોડીયા ગામનો રહીશ મેલસિંહ અર્જુનસિંહ ચૌહાણ ધનલક્ષ્મી ફાઈનાસમા નોકરી કરતો હતો અને તલોદ તાલુકાના સીમલીયા ગામેથી આ મહિલાની બાઈક ઉપર લઈ જઈને ડાકોરમા બે વખત બળાત્કાર ગુજાર્યો
  • ડાકોરના એક રૂમમા લઈ જઈને બળજબરી પુર્વક પલંગમા નાખી બળાત્કાર ગુજાર્યો
  • અને વાત જો કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી
  • બળાત્કાર ગુજાર્યા બાદ મોટર સાઈકલ ઉપર સાંજના ૫ વાગે દહેગામ નહેરુ ચોકડી પાસે આવેલ ધનલક્ષ્મી ઓફીસે મને ઉતારી હતી અને મારા પતિને ફોન ઉપર વાત કરી મને લઈ જવા માટે રજુઆત કરી હતી
  • આ મહિલાએ ગામના સીમાડે જતા તેની સાથે બનેલા બળાત્કારની વીગતવાર કહાની તેના પતિને કરી હતી
  • આ મહિલાએ આ ઈસમ વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમા ફરીયાદ લખાવી છે
  • આ બનાવના સંદર્ભે તલોદના મહિલા પોલીસે વીડી ચૌધરીએ ગણતરીના કલાકોમા જ બળાત્કારીને પકડી પાડીને જેલને હવાલે કર્યો છે
  • ધનલક્ષ્મી ફાઈનાસના ધજાગડા ઉડાડતા આવા કર્મચારીના ફજેતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ , ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here