તાજ મહેલમાં વાંદરાઓનો ત્રાસ, CISFના જવાનોને ગુલેલ ચલાવવાની અપાઈ તાલીમ

0
29

તાજ મહેલની રક્ષા કરી રહેલા CISFના જવાનો એક અલગ જ પ્રકારની તાલીમ લઇ રહ્યા છે અને તે છે  ગુલેલ ચલાવવાની તાલીમ. તાજ મહેલમાં વાંદરાઓનો ત્રાસ ખૂબ વધી ગયો છે. મુલાકાતીઓને તેઓ બચકા ભરીને ભાગી જાય છે. CISFના કમાન્ડન્ટ બ્રજ ભુષણ સિંહે કહ્યું હતું કે પ્રવાસીઓને બચકા ભરતા અને તેમના પર હુમલા કરતાં વાંદરાઓને ભગાડવા માટે અમારા જવાનો ગુલેલ ચલાવવાની તાલીમ લઇ રહ્યા છે.

‘ વાંદરાઓ અહીંયા મોટી સમસ્યા ઊભી કરી રહ્યા છે. વાંદરાઓના હુમલાના કારણે અનેક પર્યટકોને ઇજા થઇ હતી. અમારા જવાનોને વાંદરાઓને દૂર ભગાડવા ગુલેલની તાલીમ અપાઇ રહી છે’એમ તેમણે કહ્યું હતું.

પરંતુ એક સ્થાનિક વનજીવન ચાહક વાઇલ્ડલાઇફ એક્ટ,૧૯૭૨ સાથે વાંદરાઓની મદદે આવ્યો હતો. નિયમ પ્રમાણે, વાંદરાઓ રક્ષિત પ્રાણીઓ છે અને તેમને શારીરીક ઇજા પહોંચાડી શકાય નહીં, એમ ચળવળકર્તા શ્રવણ કુમાર સિંહે કહ્યું હતું.

તાજના શહેર આગ્રામાં છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ગયા વર્ષે નવેમ્બરમાં ૧૨ દિવસના એક નવજાત બાળકને વાંદરાઓ તેની માતાના ખોળામાંથી ખેંચીને લઇ ગયા હતા અને આગ્રા શહેરની બહાર તેને મારી નાંખ્યો હતો.

પર્યટકો માટેના ગાઇડ વેદ ગૌત્તમે જો કે કહ્યું હતું કે ‘ અમે કેટલાક જવાનોને ગુલેલ સાથે જોયા હતા, પરંતુ તેમણે કોઇ વાંદરાને ઇજા પહોંચાડી નહતી કે  તેમને પથરા માર્યા નહતા’. છેલ્લા છ મહિનાઓમાં વાંદરાઓએ બચકા ભરતા અનેક લોકોને ઇજા થઇ હતી અને કેટલાક ગુજરી પણ જતાં આગ્રા વાંદરાઓના કારણે સમાચારોમાં મોખરે હતું.’

હોસ્પિટલમાં ઓછામાં ઓછો એક ગંભીર કેસ વાંદરાના બચકા ભરવાનો આવે જ છે. મ્યુ.કોર્પો. તંત્ર આ ત્રાસને રોકવામાં નિષ્ફળ ગયું છે’એમ એક જીવદયા પ્રેમીએ કહ્યું હતું.સવારે ૯.૫૦ વાગ્યે વિજય ચોકથી પરેડ શરૃ થશે અને તે રાજપથ, તિલક માર્ગ, બહાદુર શાહ ઝફર માર્ગ, નેતાજી સુભાષ માર્ગથી થઇ લાલ કિલ્લાએ પહોંચશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here