તાપીની વિદ્યાર્થિનીઓના દારૂ પીતા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ

0
118

તાપી: તાપી નદીના કિનારા નજીક આવેલ એક માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ વિદેશી દારૂ પિતા ફોટા સોશિયલ મીડિયામાં પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. આ ફોટાથી તાપી જિલ્લાના જાગૃત લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.

જેને ફોટા ક્લિક કર્યા તેને જ વાઈરલ કર્યા

મળતી માહિતી પ્રમાણે માધ્યમિક શાળામાં થોડા દિવસ પહેલા એક ગામમાં મેળાનું આયોજન થયું હતું. જેથી ગ્રામજનો અને કેટલાક વિદ્યાર્થીઓ પણ મેળાની સાથે નજીક આવેલી તાપી નદી કિનારે ફરવા માટે જાય છે. જેમાં શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ પણ નદી કિનારાની મુલાકાતે ગઈ હતી. તે દરમિયાન તાપી જિલ્લાના માધ્યમિક શાળાના વિદ્યાર્થીનીઓ વિદેશી દારૂ તેમજ સીગરેટ પીતા જોવા મળી રહ્યાં છે. ફોટા કોઈક નજીકના મિત્રો દ્વારા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અને તેણે જ ફોટાને સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે.

શિક્ષકે કહ્યું આવી કોઈ ઘટના બની જ નથી

વિદ્યાર્થિનીઓના ફોટા ફરતા થયા હોવાનું જાણવા મળતાં શાળાના શિક્ષકને આ અંગે પૂછવામાં આવતા અમને કોઈ ઘટના બની નથી તેમજ શાળા ટ્રસ્ટી મંડળ ચિંતિત છે પરંતુ બાળકો ખાલી બોટલ મોંમાં મૂકી એક્શન કરી રહ્યા છે. અમોને ઘણા રાજકીય નેતાઓના પણ ફોન આવ્યા હતાં. જે અંગેની પોલીસને પણ જાણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here