Sunday, October 17, 2021
Homeતાપી તટે દાટેલો 27 બેરલ દારૂ પકડ્યો, PI કે PSI કોઇ ફરક્યા...
Array

તાપી તટે દાટેલો 27 બેરલ દારૂ પકડ્યો, PI કે PSI કોઇ ફરક્યા પણ નહીં

સુરત: દારૂના દૂષણને ડામવા માટે સુરતમાં જનતા રેઇડનો કિસ્સો ભાગ્યે જ બને છે. તેવો રેર કિસ્સો શનિવારે બપોરે બે વાગ્યે કાપોદ્રા પોલીસ મથકની હદમાં બન્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ જનતા રેઇડ કરી તાપીતટે જમીનમાં દાટેલાં 27 બેરલ દારૂનાં ભરેલાં શોધી કાઢ્યાં હતાં. ઘટના અંગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. કાપોદ્રા પોલીસની ટીમ ત્યાં પહોંચી એ પહેલાં બુટલેગર ત્યાંથી નાસી છૂટ્યા હોવાનો આક્ષેપ પાસના સહકન્વીનરે કર્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોએ જનતા રેડ પાડી તેની પાછળનું કારણ શુંω આ મુદ્દે એક વાત ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે. એ મુજબ તાજેતરમાં જ પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી. આ મુદ્દે અલ્પેશ સામે અલગ-અલગ પોલીસ મથકમાં 6 ગુના નોંધાયા એ ઉપરાંત રાષ્ટ્રદ્રોહના ગુનામાં તેના જામીન રદ કરવાની દરખાસ્ત પોલીસે કરી છે. આવી સ્થિતિમાં પોલીસની પોલ ખોલવાના ભાગરૂપે આ જનતા રેડ પાસના કાર્યકરોએ પાડી હોવાની વાત વહેતી થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments