Tuesday, September 28, 2021
Homeતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' : દયાબેન બાદ હવે આ અભિનેતાએ શો...
Array

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ : દયાબેન બાદ હવે આ અભિનેતાએ શો છોડવાનો લીધો નિર્ણય!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના પ્રશંસકોને એક બીજો ઝટકો લાગવાનો છે. દયાબેન બાદ હવે આ અભિનેતા શો માંથી વિદાય લેવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર દિશા વકાણીના ભાઇ મયૂર વકાણી જે શો માં પણ દિશાના ભાઇ ના રોલમાં નજરે પડે છે, એ શો છોડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મયૂર પોતાની બહેન પ્રત્યે શો પ્રોડ્યૂસર અસિત મોદીના વર્તણૂકથી નારાજ છે. એના કારણે એને શો માં ઇન્ટ્રેસ્ટ લેવાનો બંધ કરી દીધો છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મયૂર સાથે શૂટિંગ કરવામાં ટીમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એ અમદાવાદમાં રહે છે અને ત્રણ મહિનામાં એક વખત શૂટિંગ માટે આવે છે. મયૂરનો સીન દયા બેનની ફેમિલીની આજુબાજુ જ હોય છે. પરંતુ જ્યારથી દિશા અને અસિતની વચ્ચે વિવાદ ઊભો થયો છે ત્યારથી મયૂર શો પર વધારે ધ્યાન આપી રહ્યો નથી.

જણાવી દઇએ કે દિશા વર્ષ 2008થી આ શોની સાથે જોડાયેલી છે. વર્ષ 2017માં એને મટર્નિટી લીવ લીધી. એ સમયે કહેવામાં આવી રહ્યું હતું કે દિશા ડિલીવરીના પાંચ મહિના બાદ સેટ પર પરત ફરશે. પરંતુ એવું થયું નહીં. હવે દિશા તો શો થી ગુમ હતી જ પરંતુ જો ‘સુંદર વીરા’ પણ શો છોડશે તો શો મેકર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments