Tuesday, December 7, 2021
Home'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા'ની બબિતા સાઇબર ક્રાઇમનો શિકાર, ફેક પ્રોફાઈલ બનાવી...
Array

‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ની બબિતા સાઇબર ક્રાઇમનો શિકાર, ફેક પ્રોફાઈલ બનાવી ઇમેજ બગાડવાનો પ્રયાસ

ટેલિવિઝન ડેસ્ક: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચશ્મા’ સિરિયલમાં બબિતાનો રોલ નિભાવતી એક્ટર મૂનમૂન દત્તા સાઇબર ક્રાઇમનો શિકાર થઇ છે. તેની નકલી પ્રોફાઈલ બનાવવામાં આવી અને તેનો ઉપયોગ સોશિયલ મીડિયા પર તેની ઇમેજને ખરાબ કરવા માટે કરવામાં આવ્યો. એના નામ પરથી અમુક વેબસાઇટ્સ પર પુલવામા હુમલા પર ઘણી ફેક કમેન્ટ કરવામાં આવી. આ ઘટનાને લઈને મૂનમૂન પરેશાન છે અને તેને મુંબઈ પોલીસની મદદ માગી છે. મૂનમૂને આ નકલી આઈડી બનાવનાર વિરુદ્ધ કાનૂની પગલાં લેવાનું નક્કી કર્યું છે.

મૂનમૂને ઘટના જણાવતાં કહ્યું કે, હું હાલ પુલવામા હુમલાને લઈને ઘણી ટ્વીટ કરી રહી છું અને ભારતીય સેનાનો પક્ષ લઇ રહી છું. લોકોએ મારા ઇન્સ્ટા એકાઉન્ટ પરથી એક ફોટો લઈને આપણા દેશ વિરુદ્ધ લખેલા એક હિન્દી ક્વોટ સાથે એક કોલેજ બનાવ્યો અને મારા નામથી પોસ્ટ કરી દીધી. આ પોસ્ટ સંપૂર્ણપણે આપણી ભારતીય સેના વિરુદ્ધ અને પાકિસ્તાન નું સમર્થન કરતી હતી. હવે તમે જ વિચારો, શું મેં અત્યાર સુધી ક્યારેય હિન્દીમાં પોસ્ટ કરી છે ? મેં હંમેશાં મારી લાગણીને અંગ્રેજીમાં જ વ્યક્ત કરી છે. ફેક પોસ્ટ મારા નામે બધે ફરી રહી છે. બે દિવસ પહેલાં મારા અમુક મિત્રોએ મને આ પોસ્ટ બતાવી, પણ મેં શરૂઆતમાં એમ વિચાર્યું કે, લોકો રિયલ અને ફેક પોસ્ટમાં ફર્ક સમજી જશે. હેરાન થવા જેવી બાબત છે કે તે વેબસાઈટના ઘણા બધા ફોલોઅર્સ છે એમાંથી કોઈએ પોસ્ટને ક્રોસ ચેક કે વેરિફાય કરવાની કોશિશ પણ ન કરી.

લોકોએ મારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આલોચના કરવાની શરૂ કરી દીધી. મને ઘણા અપમાનજનક મેસેજ આવવા લાગ્યા, જેને મેં ઇગ્નોર કરવાનો નિર્ણય લીધો. મેં તરત જ પછી મદદ માટે ટ્વિટર પર મુંબઈ પોલીસને એક મેસેજ કર્યો અને થોડીક જ મિનિટમાં મને એમની તરફથી ફોન આવી ગયો. મેં તેમને આખી ઘટના જણાવી. તેમણે મને ફરિયાદ દાખલ કરવાનું કહ્યું અને મેં ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસ એ માણસની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments