Tuesday, December 7, 2021
Homeતારક મહેતા...'માં હવે નહીં થાય 'દયાબેન'ની વાપસી, આ કારણથી શો છોડવાનો લીધો...
Array

તારક મહેતા…’માં હવે નહીં થાય ‘દયાબેન’ની વાપસી, આ કારણથી શો છોડવાનો લીધો નિર્ણય

મુંબઇ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. હવે આવાનાર એપિસોડમાં તમે ટપ્પૂના પપ્પા અને દયાબેનની વચ્ચે નોકઝોક જોઇ શકશો નહીં. વાસ્તવમાં દિશા વકાણી ઉર્ફ દયાબેનએ શો માં વાપસી નહીં કરવાનું મન બનાવી લીધું છે.

થોડા દિવસો અગાઉ માહિતી મળી હતી કે દિશા જલ્દીથી શો માં વાપસી કરવા જઇ રહી છે. દિશાએ શો માં વાપસી કરવા માટે કેટલીક મોટી શરતો શો મેકર્સ સામે મૂકી હતી. પરંતુ હવે સામે આવેલા સમાચાર પ્રમાણએ એક્ટ્રેસે શો છોડવાનો નિર્ણય કરી લીધો છે. દિશા છેલ્લા 1 વર્ષથી વધારે સમય સુધી મેટરનીટી લીવ પર છે.

દિશાના શો છોડવા પાછળ 2 કારણ જણાવવામાં આવ્યા છે. પહેલું એ કે દિશા વકાણી આ સીરિયલમાં વાપસી કરવા માટે વધારે ફી માંગી રહી છે. જે કદાચ મેકર્સને મંજૂર નથી. બીજો એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે એ પોતાના બાળકની દેખભાળ કરવા ઇચ્છે છે, જાના કારણે એ શો માં ફરીથી આવવા માટે માનસિક રૂપથી તૈયાર નથી.

મેટરનીટી લીવ પર જતા પહેલા દિશા દરેક એપિસોડનો 1.25 લાખ ફી લેતી હતી, બાદમાં દિશાએ 1.50 લાખની માગ કરી. આ ઉપરાંત એ કોઇ પણ સંજોગે સાંજે 6 વાગ્યાથી મોડું કામ કરશે નહીં. દિશા બપોરે 11 વાગ્યાથી સાંજની 6 વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરશે. આટલું જ નહીં દિશા મહિનામાં 15 દિવસ જ કામ કરશે જ્યારે બીજા એક્ટર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે. કદાચ મેકર્સ દિશાની આ માગથી સહેમત નહતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 10 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. જુલાઇ 2008થી શરૂ થનાર આ સીરિયલ ટીવીની હિસ્ટ્રીમાં સૌથી લાંબી ચાલનાર પાંચમો શો છે. આ શો ના અત્યાર સુધી અઢી હજારથી વધારે એપિસોડ ટેલિકાસ્ટ થઇ ચુક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments