Saturday, September 25, 2021
Homeતાલાલાની પેટાચૂંટણી જાહેર કરવામાં ઉતાવળ: બારડ
Array

તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવામાં ઉતાવળ: બારડ

અમદાવાદ: સ્પીકરના સસ્પેન્શનના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી 8 સપ્તાહ સુધી કોઇ પગલા નહીં લેવાની કાયદાકીય જોગવાઇને પણ ધ્યાને લીધા સિવાય ચૂંટણીપંચે તાલાલા બેઠક પર બાય ઇલેક્શન જાહેર કરી દીધું હોવાની રજૂઆત સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભગવાન બારડે હાઇકોર્ટ સમક્ષ કરી છે. સરકાર તરફે એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, 2 વર્ષ કરતા વધારે સજા થઇ છે અને સુપ્રીમ કોર્ટનો આ બાબતે સ્પષ્ટ આદેશ છે તે ચુકાદાને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ બાબતે બુધવારે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે બારડની સજા સામે સ્ટે આપતા નીચલી અદાલતના હુકમને પણ હાઇકોર્ટમાં પડકાર્યો છે.

તાલાલાના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા મામલે સુનાવણીમાં બારડ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સ્પીકરે ઉતાવળિયો નિર્ણય કર્યો છે. તેના કરતા પણ ‌વધારે ઉતાવળ ચૂંટણીપંચે તાલાલા બેઠક પર બાયઇલેક્શન જાહેર કરીને કરી છે. નિયમ પ્રમાણે ધારાસભ્યે જ્યારે તેના સસ્પેન્શનને પડકાર્યું હોય ત્યારે 8 સપ્તાહ સુધી રાહ જોવાની તેમને ફરજ છે. તે ધ્યાને લીધા સિવાય જ તેમની બેઠક પર ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments