‘તુમ્હારી સુલુ’ના પ્રોડ્યૂસર્સ ઈન્ડો-પાક યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘નેવી ડે’ બનાવશે

0
21

બોલિવૂડ ડેસ્ક: હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાયોપિક અને વોર ડ્રામાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે આ ટ્રેન્ડમાં વધુ એક ફિલ્મ સામેલ થવાની છે. આ ફિલ્મને ‘તુમ્હારી સુલુ’ના પ્રોડ્યૂસર્સ પ્રોડ્યૂસ કરવાના છે. આ ફિલ્મનું નામ ‘નેવી ડે’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ઇન્ડિયન નેવીએ 1971 દરમ્યાન પાકિસ્તાનના કરાચી બંદર પર જે હુમલો કર્યો હતો તેના પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મને રઝનીશ ઘાઈ ડિરેક્ટ કરવાના છે. ફિલ્મની સ્ટાર કાસ્ટનું એનાઉન્સમેન્ટ વર્ષના અંતમાં થશે અને શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. ‘નેવી ડે’ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, તનુજ ગર્ગ, અતુલ કસબેકર, સ્વાતિ ઐયર ચાવલા અને અસાઇલમ ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરવાના છે.

1971માં ઇન્ડિયન નેવીએ હાથ ધરેલ ઓપરેશનનું નામ ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ હતું. આ હુમલામાં ઇન્ડિયન નેવીને કોઈ ખાસ નુકસાન થયું ન હતું, પરંતુ પાકિસ્તાને ‘ખૈબર’ ડિસ્ટ્રોયર, યુદ્ધના શસ્ત્રોથી ભરેલ કાર્ગો વેસલ, ફ્યુલ સ્ટોરેજ ટેન્કથી હાથ ધોવા પડ્યા હતા અને બીજું પણ ઘણું જાનમાલનું નુકસાન થયું હતું. આ ઓપરેશનને મોડર્ન નેવલ હિસ્ટ્રીનું સફળ ઓપરેશન ગણવામાં આવે છે. આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને જ દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here