તૃણમૂલના ધારાસભ્ય સત્યજિત વિશ્વાસની ત્રણ ગોળી મારી હત્યા

0
24

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજિત વિશ્વાસની શનિવારે સાંજે ગોળી મારીને હત્યા કરાતા સનસનાટી મચી ગઈ હતી. 37 વર્ષીય વિશ્વાસ નદિયા જિલ્લાના ફૂલબાડીમાં સરસ્વતી પૂજાના જાહેર કાર્યક્રમમાં મંચ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે હત્યારાઓએ તેમને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર માર્યા હતા. સત્યજિત વિશ્વાસ કૃષ્ણગંજ બેઠક (એસસી)થી ચૂંટાયેલા નેતા હતા. હાલમાં જ તેમનાં લગ્ન થયાં હતાં. સૂત્રોના જણાવ્યાનુસાર, સત્યજિત વિશ્વાસને ત્રણ ગોળી મારવામાં આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી રત્ના ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ગૌરીશંકર દત્તા પણ હાજર હતા. ઘોષે કહ્યું હતું કે, આ હત્યા પાછળ ભાજપનો હાથ છે. તેઓ માતુઆ સંઘ સાથે સંકળાયેલા હતા અને ભાજપ તેમના કારણે જ માતુઆ સમાજના લોકોને આકર્ષી શકતું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here