તેજસ્વી યાદવે માયાવતીના આશીર્વાદ લીધા, કહ્યું લાલુજી મોદીની સામે ઘૂંટણિયે ન પડ્યાં એટલે જેલમાં છે

0
23

લખનઉઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની ગઠબંધનની જાહેરાત બાદ RJD નેતા અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે માયાવતી સાથે રવિવારે મોડી રાત્રે મુલાકાત કરી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેજસ્વી યાદવ સોમવારે અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરશે. બંને નેતાઓ સાથે તેજસ્વીની મુલાકાત માત્ર ઔપચારિક નહીં પરંતુ તેની પાછળ ત્રણેય રાજકીય પક્ષોનો કોઈ રાજકીય હેતુ છુપાયેલો છે. સપા-બસપા ગઠબંધનથી RJD યુપીમાં એન્ટ્રી કરવા માંગે છે. તો અખિલેશ અને માયાવતીની નજર પણ બિહાર પર છે.

તેજસ્વી યાદવ અને માયાવતી વચ્ચે લગભગ દોઢ કલાકની મુલાકાત થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેજસ્વી યાદવ અને બસપા અધ્યક્ષ વચ્ચે બિહારમાં મહાગઠબંધનને લઈને વાતચીત થઈ. આ દરમિયાન તેજસ્વીએ તેમને બિહારમાં મહાગઠબંધનમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું. જો કે તેઓએ કહ્યું કે કોંગ્રેસઅમારી સાથે છે અને તમે પણ આનો ભાગ બનો તો ઘણું સારું રહેશે.

અનામત ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે- તેજસ્વી

આ પ્રસંગે તેજસ્વીએ કહ્યું કે લાલુજીએ મોદીની સામે ઘૂંટણિયે ન પડ્યાં અને તેથી જ તેઓ જેલમાં છે. તેઓએ દેશમાં અઘોષિત કટોકટી લગાવી છે. બંધારણ સાથે છેડછાડ કરવામાં આવે છે. અનામતને ખતમ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બંધારણિય સંસ્થાઓ પર સરમુખત્યારશાહી કરવામાં આવી રહી છે.

ભાગવતનું કામ કરી રહ્યાં છે મોદી- તેજસ્વી

તેજસ્વીએ કહ્યું કે જે વાત RSS પ્રમુક મોહન ભાગવતે કહી હતી તે કામ મોદીજી કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે અમારી મોદીજી સાથે માત્ર વિચારો અને સિદ્ધાંતોની લડાઈ છે. તેઓએ કહ્યું કે જ્યારે મૂંછ પણ આવી ન હતી ત્યારે અમારી પર કેસ દાખલ કરાયો હતો. તેમાં અમારા કાકા નીતિશનો પણ હાથ હતો. તેજસ્વીએ મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે દેશમાં પહેલી વખત RBIના ગવર્નરને રાજીનામું આપવું પડ્યું છે.

BSP માટે બિહારની 1-2 લોકસભા સીટનો પ્રસ્તાવ

RJD નેતાએ BSP માટે બિહારમાં 1થી 2 સીટ આપવાની પણ તૈયારી દાખવી. જો કે તેજસ્વીએ કહ્યું કે તેની બદલે RJDના ઉમેદવારને કૈરાના પેટાચૂંટણીના મોડલ પર ચૂંટણી લડાવવામાં આવે, એટલે કે RJD ઉમેદવારને સપા-બસપા ગઠબંધન પોતાના ચૂંટણી ચિન્હ પણ ચૂંટણી લડાવે. જે માટે RJDએ યુપીની એક લોકસભા સીટ પર પોતાની દાવેદારી દાખવી છે.

તેજસ્વી યાદવ સોમવારે અખિલેશ યાદવને મળશે. RJD બિહારમાં જ્યાં BSPને એકથી બે સીટ આપવા માગે છે તો સપાને પણ કોઈને કોઈ ભેટ આપવા આતુર છે.

કૈરાના ફોર્મુલાના આધારે ચૂંટણી લડવાના સંકેત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સપાના બિહાર પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર પ્રસાદ યાદવને આ ફોર્મુલા અંતર્ગત ઝંઝારપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. દેવેન્દ્ર યાદવ સપાથી પહેલાં RJD અને JDUના નેતા રહ્યાં છે. તેઓ ઝંઝારપુરથી પાંચ વખત લોકસભા ચૂંટણી જીત્યાં છે. આ પ્રકારે સપા-બસપા ગઠબંધન RJDના યુપી અધ્યક્ષ અશોક સિંહને ફતેહપુર લોકસભા સીટથી પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here