Friday, September 17, 2021
Homeતેજ પ્રતાપને સપનામાં દેખાય છે, ભૂત મહાદેવનું નામ લીધુ તો ડરી ગયું
Array

તેજ પ્રતાપને સપનામાં દેખાય છે, ભૂત મહાદેવનું નામ લીધુ તો ડરી ગયું

લાલુ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે, તેમને સપનામાં ભૂત દેખાય છે. આત્માઓ તેમના ભાષણ સાંભળવા માટે પણ આવે છે. તેજ પ્રતાપે સોમવારે ફેસબુક પેજ પર લાઈવ દરમિયાન આ વાત કહી છે.

તેમણે ફેસબુક પેજ પર લાઈવ દરમિયાન કહ્યું કે, તેમને સપનામાં દેખાયું કે, હસનપુરમાં પૂર આવ્યું તે દરમિયાન તેઓ ત્યાં મુલાકાતે ગયા હતા. ત્યાં ખજૂરના ઝાડ પર ભૂત બેઠુ હતું. મને પકડવા આવતું હતું. મહાદેવનું નામ લીધું તો ભૂત ડરી ગયું. મને ભૂતોથી ડર નથી લાગતો. મેં ભૂતને પૂછ્યું કે, કેમ મને ડરાવવા આવ્યો છે? તો ભૂતે કહ્યું, તે મારુ ભાષણ સાંભળવા આવ્યો છે.

તેજ પ્રતાપે કહ્યું, મેં સપનામાં જોયું કે, હસનપુરમાં સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. હું દેહાત ગામમાં હતો અને ત્યાં ભાષણ આપી રહ્યો હતો. ભાષણ આપીને એમ્બેસેડર ગાડીમાં આવીને બેઠો તો ત્યાં બાજુમાં એક નદી હતી અને મોટું ખજૂરનું ઝાડ હતું.

તેજ પ્રતાપે કહ્યું- લોકો મારામાં લાલુને જોવે છે

તેજ પ્રતાપે એવું પણ કહ્યું કે, લોકો મને એવું કહે છે કે, તમે ભાષણ આપતા હોવ તો એવું લાગે છે કે લાલુ ભાષણ આપી રહ્યા છે. લોકો મારા વિશે સપના પણ જોવા લાગ્યા છે. તેજ પ્રતાપે કહ્યું, અમે કદી ગરીબી નથી દેખી, સંઘર્ષ નથી કર્યો. અમને બધુ બેઠાં-બેઠાં જ મળી ગયું છે. અમારા પિતા અમારો આદર્શ છે. તેમણે નવયુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓના માટે ઘણો સંઘર્ષ કર્યો છે અને દરેક જાતીને એક સમાન માન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments