તેલંગાણા બોર્ડ : ખોટું રિઝલ્ટ અપલોડ થવાથી 12માં ધોરણની વિદ્યાર્થિનીએ જીવ આપ્યો, ફરી પાસ થઈ; હવે ફેરચકાસણીમાં ફરી નાપાસ

0
25

હૈદરાબાદ : 12માં ધોરણની પરીક્ષામાં ફેલ થવાથી હૈદરાબાદની એક વિદ્યાર્થિની અનામિકાએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. થોડા દિવસ બાદ અપડેટ રિઝલ્ટમાં તેને પાસ કરી દેવાઈ હતી, પરંતુ પરિણામોના એક મહિના બાદ શનિવારે ફેર ચકારણીમાં તેને ફરી નાપાસ કરાઈ હતી. હાઈકોર્ટે તેલંગાણા બોર્ડને નાપાસ વિદ્યાર્થીઓની કોપી તપાસવાના આદેશ કર્યો હતો. પરિવારે દીકરીના મોત માટે બોર્ડને જવાબદાર ગણાવ્યું છે. આ ઉપરાંત રિઝલ્ટ જાહેર કરવામાં ગરબડ અને બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારે રવિવારે રાજ્ય સરકાર સામે ધરણા કર્યા હતા.

અનામિકાની બહેન ઉદયાએ કહ્યું કે, 18 એપ્રિલના રોજ પરિણામ જાહેર થયા બાદ તેલુગુના પેપરમાં બહેનને 20 માર્ક્સ મળ્યા હતા. પરિણામથી દુઃખી થઈને અનામિકાએ જીવન ટુંકાવી દીધું. તપાસ કરાવ્યા બાદ અપડેટ રિઝલ્ટમાં તેને 48 માર્ક્સ આપી પાસ કરી દેવાઈ હતી. ત્યારબાદ ફરી કોપી ચેક કરાતા અનામિકાને નાપાસ કરી દેવાઈ છે. તેના આત્મહત્યા કરવાની પાછળ બીજું કોઈ કારણ ન હતું.

બોર્ડે કહ્યું- વિદ્યાર્થીનીની આત્મહત્યા માટે અમે જવાબદાર નથીઃ બોર્ડે નિવદેન જાહેર કરી આરોપોને ફગાવતા કહ્યું કે, પુર્નમૂલ્યાંકનમાં અનામિકાને પાસિંગ માર્ક્સ કરતા ફક્ત એક માર્ક્સ જ વધારે મળ્યો હતો તેના મોત માટે અમે જવાબદાર નથી. નિષ્ણાતો દ્વારા ચેક કરાયેલી કોપી અમારી પાસે પુરાવા તરીકે છે. ભૂલથી વિદ્યાર્થિનીના 48 માર્ક્સ અપડેટ થઈ ગયા હતા. જેની તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

બોર્ડની ભૂલની કિંમત જીવ આપીને ચુકવવી પડીઃ તેલંગાણા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ રેવંત રેડ્ડીએ ટ્વીટ કરીને બોર્ડ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઈન્ટર બોર્ડની ભૂલની કિંમત અનામિકાને જીવ આપીને ચુકવવી પડી. પુનર્મૂલ્યાંકનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે નાપાસ નથી થઈ. બોર્ડ અને રિઝલ્ટ અપલોડ કરનારી કંપની મોત માટે જવાબદાર છે. તેમની સામે હત્યા અને આત્મહત્યા કરવા માટે પ્રેરવાનો કેસ દાખલ કરવો જોઈએ.

હાઈકોર્ટના આદેશ પ્રમાણે નાપાસ વિદ્યાર્થીઓની કોપી ફરી તપાસવામાં આવી, 1137 પાસ થયાઃ તેલંગાણામાં આ વર્ષે બોર્ડ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી નાપાસ થયા હતા. ત્યારબાદ રાજ્યના 26 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. હવે હાઈકોર્ટના આદેશ પર નાપાસ વિદ્યાર્થીઓની કોપી ફરી તપાસી હતી. જેમાં 1137 પાસ થયા હતા, 18 એપ્રિલે ખોટું રિઝલ્ટ અપલોડ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here