તૈમુર અલી ખાનની ‘ડોલ’ બાદ હવે માર્કેટમાં તેના ફોટોવાળા ગળ્યાં બિસ્કિટ આવ્યાં

0
42

બોલિવૂડ ડેસ્કઃ કરિના કપૂર અને સૈફ અલી ખાનનો દીકરો તૈમુર મીડિયામાં છવાયેલો રહે છે. લોકો તૈમુરને એટલો બધો પસંદ કરે છે કે માર્કેટમાં તૈમુરનું રમકડું પણ આવ્યું હતું. આ ડોલને ‘તૈમુર ડોલ’ નામ અપાયું હતું. હવે તૈમુરના ફોટોવાળા ગળ્યાં બિસ્કિટ આવ્યાં માર્કેટમાં આવ્યાં છે. એક બેકરીએ તૈમુરના અલગ- અલગ હાવભાવવળી કુકિઝ તૈયાર કરી છે. બેકરીએ આ ગળ્યાં બિસ્કિટ દિલ્હીની એક ઇવેન્ટમાં લોકોને સર્વ કર્યા હતા. આ ઇવેન્ટમાં હાજર રહેલ એક શેફે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. આ સિવાય હાલમાં યોજાયેલા એક બ્લોગર્સ અવોર્ડસ નાઈટ્સમાં હાજર રહેલા મહેમાનોને આ કુકિઝ પેક કરીને પણ આપવામાં આવી હતી.

કરીના કપૂરે અગાઉ તેના દીકરાના નામે બનેલા રમકડાં વિશે કહ્યું હતું કે, તે ડોલ જરાપણ તૈમુર જેવી લગતી નથી. બ્લુ આંખ અને તૈમુર જેવા કપડાં પહેરાવી દેવાથી તે તૈમુર નથી બની જતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here