Saturday, September 25, 2021
Homeતૈમુર અલી ખાન મમ્મી કરીના કપૂરની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' માં કેમિયો કરશે?
Array

તૈમુર અલી ખાન મમ્મી કરીના કપૂરની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ માં કેમિયો કરશે?

બોલિવૂડ ડેસ્ક: તૈમુર અલી ખાન તેની ક્યૂટનેસને લઈને ઘણો ફેમસ છે અને લોકોનો તે ફેવરિટ પણ છે. હવે આ સ્ટાર કિડ તૈમુર અલી ખાન ફિલ્મમાં જોવા મળે તો? સિલ્વર સ્ક્રીન પર મમ્મી કરીના કપૂર સાથે જોવા મળે તો? આ વાત કદાચ હકીકત બની શકે છે. સૂત્રોની માહિતી મુજબ, કરીના કપૂર અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં તૈમુરનો કેમિયો હશે.

આખી વાત એવી છે કે, થોડા સમય પહેલાં તૈમુરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ગુડ ન્યૂઝ ફિલ્મની એક્ટ્રેસ કિયારા અડવાણી સાથે દોડી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ વીડિયો તૈમુરનું શૂટિંગ પૂરું થયા પછીનો છે. ફિલ્મમાં તૈમુરના બે સીન્સ હશે. તે ફિલ્મમાં કરીના અને અક્ષય સાથે એક ફ્રેમમાં દેખાશે. સૂત્રોએ તો એવું પણ જણાવ્યું છે કે, ફિલ્મમાં તૈમુરનો કેમિયો 10 મિનિટ જેટલો હશે. જો આ વાત સાચી છે, તો આ ફિલ્મથી તૈમુર આવડી નાની ઉંમરે જ તેનું બોલિવૂડ ડેબ્યુ કરશે.

https://www.instagram.com/p/BtyQr-OAkV6/?utm_source=ig_embed

‘ગુડ ન્યૂઝ’
પ્રોડ્યૂસર કરણ જોહરની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ની નવી રિલીઝ ડેટ 6 સપ્ટેમ્બર છે. અગાઉ આ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થશે એવી જાહેરાત કરાઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણી છે.આ ફિલ્મના ડિરેક્ટર રાજ મહેતા છે. 2018માં દિલજીત અને કિયારાએ પોતાના ભાગનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. કરીના અને અક્ષયે 20 જાન્યુઆરીથી આ ફિલ્મ પર મુંબઈમાં કામ શરૂ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments