Tuesday, September 21, 2021
Homeત્રણ આફ્રિકન દેશોમાં ઇદાઇ વાવાઝોડાંની અસર, પૂરના કારણે 150નાં મોત; 15 લાખ...
Array

ત્રણ આફ્રિકન દેશોમાં ઇદાઇ વાવાઝોડાંની અસર, પૂરના કારણે 150નાં મોત; 15 લાખ લોકો પ્રભાવિત

હરારે, પેટ્રઃ ચક્રવાત ઇદાઇની ચપેટમાં આવીને મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને મલાવીમાં લગભગ 150 લોકોનાં મોત થઇ ગયા છે. સેંકડો લોકો ગુમ છે અને ગ્રામીણ વિસ્તારોમાં સડકો અને ટેલિફોન સંપર્ક તૂટવાથી હજારો લોકો જ્યાં-ત્યાં ફસાયેલા પડ્યા છે. દક્ષિણ આફ્રિકાની સેનાએ વિમાન અને 10 ચિકિત્સા કર્મીઓને મોઝામ્બિક અને મલાવીમાં મદ કરવા માટે મોકલવામાં આવ્યા છે.

ત્રણ આફ્રિકન દેશોમાં વાવાઝોડાંની અસર
યુનાઇટેડ નેશન્સ અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ત્રણ દક્ષિણ આફ્રિકન દેશોમાં વાવાઝોડાંની અસરના કારણે 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. ચક્રવાતની સૌથી વધુ અસર મોઝામ્બિકના કેન્દ્રિય પોર્ટ શહેર બેરામાં થઇ છે. અહીં એરપોર્ટ બંધ કરી દીધા છે. આખા શહેરમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે, મકાનો નષ્ટ થયા છે અને કેટલાંક ક્ષતિગ્રસ્ત થયા છે.
સૌથી પહેલાં વાવાઝોડું ગુરૂવારે સાંજે બેરામાં આવ્યું, ત્યારબાદ પશ્ચિમ તરફ સ્થિત દેશ ઝિમ્બાબ્વે અને મલાવી તરફ આગળ વધ્યું. બંને દેશોના એવા શહેરોમાં વાવાઝોડાંથી નુકસાન વધુ થયું છે જે મોઝામ્બિકની પૂર્વ સીમા પર આવેલા છે.
મોઝામ્બિકના પ્રેસિડન્ટ ફિલિપ નયૂસિએ કહ્યું કે, વાવાઝોડાંથી થયેલું નુકસાન ખૂબ જ ચિંતાજનક છે. મોઝામ્બિકના સરકારી રેડિયો અનુસાર, પૂરના કારણે વિમાન સંચાલનમાં મુશ્કેલીઓ આવી રહી છે, જેના કારણે રાહત અને બચાવ કાર્ય પ્રભાવિત થઇ રહ્યા છે. યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ અને રેડ ક્રોસ બચાવના પ્રયાસોમાં આ દેશોની મદદ કરી રહ્યા છે. જેમાં હેલિકોપ્ટર દ્વારા ખાદ્ય આપૂર્તિ અને દવાઓનું વિતરણ સામેલ છે.
ઝિમ્બાબ્વેમાં 31 લોકોનાં મોત
સરકારના જણાવ્યા અનુસાર, ઝિમ્બાબ્વેમાં પૂરના કારણે અત્યાર સુધી 31 લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં બે સ્કૂલના સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. 150 લોકો ગુમ છે. સૌથી વધુ મોત ઝિમ્બાબ્વેના ચિમનિમની શહેરમાં થયા છે. જે મોઝામ્બિકની નજીક આવેલી પૂર્વ સીમા પર એક પહાડી વિસ્તાર છે. આ વિસ્તાર પર્યટકોની વચ્ચે ઘણો લોકપ્રિય છે. સરકારના પ્રવત્ડા નિક મંગવાનાએ કહ્યું કે, હજુ સુધી કોઇ પર્યટકને જાનહાનિ થઇ હોય તેવી કોઇ સુચના નથી.
એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા
એક અધિકારીએ જણાવ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, નેવિગેશન સિસ્ટમ અને રનવે વાવાઝોડાંના કારણે ક્ષતિગ્રસ્ત થયા બાદ અધિકારીઓને બીરા આતંરરાષ્ટ્રીય એરપોર્ટને બંધ કરી દીધા છે. રનવેની અમુક લાઇટ્સ અને નેવિગેશન સિસ્ટમ પણ ખરાબ થઇ ગઇ છે. કંટ્રોલ ટાવર એન્ટેના અને કંટ્રોલ ટાવરને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે. રનવે મુશ્કેલીઓથી ભરેલું છે અને પાર્ક કરેલા વિમાનો પણ ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે.
બુધવારે મોડી રાત્રે નેશનલ કેરિયર LAMએ બીરા અને ક્વેલિમાને માટે તમામ ફ્લાઇટ્સને રદ કરી દીધી, જે તટની નજીક સ્થિત છે. પાવર યૂટિલિટી ઇલેક્ટ્રિક ડી મોકેમ્બિકે એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 14 માર્ચથી મણિકા, સોફાલા અને ઇનહમ્બેન પ્રાંતના અમુક વિભાગોમાં વીજળી પણ નથી.
7 સ્કૂલો અને હોસ્પિટલોને નુકસાન
એક અધિકારી પેડ્રો અરમાન્ડો અલ્બર્ટો વિર્ગુલાએ જણાવ્યું કે, બીરા શહેરના ઉત્તરમાં ચિંદે કસ્બેમાં હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને 7 સ્કૂલોની છતો તૂટી ગઇ છે અને અનેક ઘરો પણ નષ્ટ થઇ ગયા છે. બીરા સેન્ટ્રલ હોસ્પિટલના એક પ્રવક્તા બેઇરાસિયો સેબોલાએ કહ્યું કે, દેશની બીજી હોસ્પિટલમાં થિયેટર અને સર્જરીને બંધ કરાવી દીધું છે. તેઓએ કહ્યું કે, ચક્રવાતના કારણે ઓપરેશન થિયેટર હવે દર્દીઓના ઓપરેશન કરવાની હાલતમાં નથી. ઓફિસરોએ કહ્યું કે, આ અઠવાડિયે ભારે વરસાદ પહેલાં 66 લોકોના જીવ લીધા હતા, 111 લોકોને ઘાયલ કર્યા અને 17,000 લોકોને બીજાં સ્થળે વિસ્થાપિત કરી દીધા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments