Tuesday, December 7, 2021
Homeત્રણ દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન, નરેન્દ્ર ભાઈ લોકાર્પણ કરશે વિપક્ષ વિરોધ કરશે
Array

ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન, નરેન્દ્ર ભાઈ લોકાર્પણ કરશે વિપક્ષ વિરોધ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 17 મીએ બપોરે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવશે. અને એરપોર્ટથી સીધા રાજભવન જશે. અહીં તેઓ થોડો આરામ કર્યા બાદ બપોરે અઢી વાગ્યે ગ્લોબલ ટ્રેન્ડ શોનું લોકાર્પણ કરવાના છે. ત્યાંથી તેઓ સાંજે અમદાવાદ આવશે. સાંજે 4 વાગ્યે અમદાવાદમાં તૈયાર થયેલી નવી વી.એસ. હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અને ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલીવાર શરૂ થનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનું લોકાર્પણ કરવાના છે.

અમદાવાદમાં લોકાર્પણના બે કાર્યક્રમો પૂર્ણ કરી મોદી અમદાવાદથી ગાંધીનગર રાજભવન પરત આવશે. જ્યારે કે 18 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે વાઈબ્રન્ટ સમીટનું લોકાર્પણ કરશે. જે બાદ વાઈબ્રન્ટમાં આવેલા ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો સાથે દોઢ વાગ્યે લન્ચ લેશે. લંચ બાદ મોદી વન-ટુ-વન બેઠકો કરશે.

બપોરે અઢીથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી વન-ટુ-વન બેઠકોનો દોર ચાલશે. ત્યારપછી દ્વિપક્ષીય વાતચીત કરશે. 18મીએ તેઓ રાજભવનમાં જ રાત્રી રોકાણ કરશે. જ્યારે કે 19 જાન્યુવારીએ સવારે હવાઈ માર્ગે સુરત પહોંચશે અને ત્યાંથી સેલવાસના કાર્યકમમાં હાજરી આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments