Tuesday, October 26, 2021
Homeત્રાગડ, વસ્ત્રાલ, નિકોલ, સોલા ભાગવતના 2.40 લાખ લોકોને 24 કલાક પાણી મળશે
Array

ત્રાગડ, વસ્ત્રાલ, નિકોલ, સોલા ભાગવતના 2.40 લાખ લોકોને 24 કલાક પાણી મળશે

અમદાવાદઃ શહેરીજનોને 24 કલાક પાણી મળી રહે તે માટે મ્યુનિ. 24×7ની પોલિસી તૈયાર કરી રહી છે. જોધપુરના આનંદનગર અને નોવેક્ષ સોસાયટી બાદ હવે ચાંદલોડિયાના ત્રાગડમાં, વસ્ત્રાલના અપજીબાપા નગરમાં, નિકોલના ભોજલ ગામમાં અને ગોતાના સોલા ભાગવત વિસ્તારના કુલ 2.40 લાખ લોકોને 24 કલાક મ્યુનિ. કોર્પોરેશનનું પાણી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરાયું છે. અહીં પાણીના વપરાશ પાછળ વોટર મીટર લગાવી દેવાતા વપરાશ આધારે બિલ આવશે.

કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ ઉપરોક્ત તમામ વિસ્તારોમાં મ્યુનિ.એ પહેલી વાર પાણીની લાઇનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાથી અહીં સરળતાથી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે. જેના કારણે તમામ વિસ્તારોની પસંદગી કરવામાં આવી રહી છે. લોકોના ઘરે 24 કલાક પાણીની સુવિધા પહોંચાડવા માટે નવી લાઇનોથી લઇ સંપૂર્ણ માળખું ઊભું કરવા માટે વિસ્તાર દીઠ રૂ. 22 કરોડ જેવો ખર્ચ થતો હોવાનો અંદાજ છે.

અહીં નવી પોલિસીના અમલીકરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીનો વ્યય થતો અટકાવવાનો છે. જેમાં ઘરદીઠ વોટર મીટર લાગી જતા લોકો આપમેળે પાણીનો ઓછો વપરાશ કરશે. જો કે હાલ મ્યુનિ.એ કામ માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. તેમજ આગામી વોટર સપ્લાયની કમિટીમાં તમામ વિસ્તારોમાં કામ શરૂ કરવા મંજૂરી માટે દરખાસ્ત મૂકવામાં આવશે.

50 ટકા કામ પૂરું થઇ ગયું છે. અને બાકીની કામગીરી ચાલુ  હોવાને કારણે 24 કલાક પાણી મળતું નથી. તેમજ જૂના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી કામગીરી શરૂ કરી દેવાતા સિસ્ટમમાં થોડોક સમય લાગી રહ્યો છે. પરંતુ મ્યુનિ. દ્વારા કામગીરી હાથ ધરાઈ  છે.   રશ્મિકાંત શાહ, ચેરમેન, વોટર કમિટી

દિવસમાં 6 થી 1 એટલે કે 7 કલાક પાણી આપવાની વાત કહી હતી.  બે કલાકેય નથી અપાતું. ફોર્સથી પાણી ન આવતા સોસાયટીની મોટરથી પાણી ખેંચવું પડે છે. પહેલા કરતા પણ વધુ બિલ આવે છે. બે નળ લગાવ્યા છે પણ હાલ એક નળમાં પાણી આવી રહ્યું છે.   સ્થાનિક, રાજ રેસિડેન્સી

હાલ શહેરમાં ટેક્સના 30 ટકા જેટલુ વોટર બિલ આવે છે. જો કે વોટર મીટર લાગ્યા બાદ પાણી વપરાશના કેટલા દર રાખવામાં આવશે તે અંગેનું કોઇ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી. આ વિસ્તારમાં પાણીની લાઈનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોવાથી સરળતાથી ઇમ્પિલમેન્ટ કરી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments