Tuesday, December 7, 2021
Homeત્રીજી વનડેમાં ધમાલ મચાવવા તૈયાર છે ધોની, આ સ્પેશિયલ રેકોર્ડ પોતાના નામે...
Array

ત્રીજી વનડેમાં ધમાલ મચાવવા તૈયાર છે ધોની, આ સ્પેશિયલ રેકોર્ડ પોતાના નામે કરવા કોહલી સામે લડશે જંગ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએઅસ ધોનીએ શનિવારે ન્યૂઝીલેન્ડ સામે બીજી વનડેમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ વનડે રમવાના મામલે સંયુક્ત રૂપે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ધોનીએ ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતાં 334 વન ડે રમી છે. તેમણે આ સાથે જ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીન (334)ના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

આ મેચમાં ભારતના સ્કોરમાં રોહિત શર્માએ 87, શિખર ધવને 66, વિરાટ કોહલી 43, અંબાતી રાયડૂએ 43 અને એમએસ ધોનીએ નોટઆઉટ 48 રનોનો યોગદાન આપ્યો છે. જોકે ધોની તેની સતત ચોથી અડધી સદી પૂરી ન કરી શક્યો પરંતુ તેને એક અલગ મુકામ હાંસલ કરી લીધો છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ 48 રનની નોટઆઉટ ઇનિંગ રમી વનડે ક્રિકેટમાં રન બનાવવાના મામલે બ્રાયન લારાને પાછળ મૂકી 11મો નંબર પ્રાપ્ત કર્યો છે. હાલ ધોનીના નામે 337 મેચોમાં 10,414 રન બોલાઈ રહ્યાં છે અને આ સાથે તેને બ્રાયન લારા(10,405)ને પાછળ મૂકી દીધો છે. હવે ધોની અને વિરાટ કોહલી(10,473) વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકરે 18,426 રન બનાવ્યા છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ત્યાર બાદ કુમાર સંગાકારા(14,234), રિકી પોંટિંગ(13,704), સનત જયસૂર્યા(13,430), મહેલા જયવર્ધને(12,650), ઈન્ઝમમ-ઉલ-હક(11,739), જેક કેલિસ(11,579), સૌરવ ગાંગુલી(11,363) અને રાહુલ દ્રવિડ(10,889) અને વિરાટ કોહલી(10,473)નો નંબર આવે છે. આ વનડે ક્રિકેટમાં રન બનાવવાવાળા ટોપ 10 ખેલાડીઓ છે. પરંતુ જો 10 હજાર વનડે રન બનાવવાની વાત કરીએ તો ધોની સિવાય બ્રાયન લારા અને તિલકરત્ને દિલશાન(10,290)ના નામ આ લિસ્ટમાં સામેલ છે.

જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ઓવલ ખાતે પાંચ વનડે મેચોની સીરીઝની બીજી વનડે રમાઈ ગઇ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ચાર વિકેટના નુકસાન પર 324 રન બનાવ્યા અને મેજબાનને 325 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે ન્યુઝીલેન્ડ આ ટાર્ગેટ સુધી પહોંચી ન સકતા માત્ર 234 પર આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ . આ સાથે ભારતે સીરીઝમાં 2/0ની લીડ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments