ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા 47.3 ઓવરમાં 219 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમ ઈન્ડિયાનો આમ તો ધબડકો થયો હતો. શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે ટેઇલેન્ડર્સ સાથે મળીને ભારતના સ્કોરને 219 રન સુધી પહોંચાડ્યું હતું. વોશિંગ્ટન સુંદરે 64 બોલમાં 51 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 59 બોલમાં 49 રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને અને ડેરિલ મિચેલે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે ટિમ સાઉધીએ 2 અને ચિમેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસનને 1-1 વિકેટ મળી હતી. રિષભ પંત ફરી ફ્લોપ થયા છે. તેઓ 16 બોલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ ફિલિપ્સના હાથે ડીપ સ્ક્વેર લેગ પર ડેરિલ મિચેલના હાથે કેચ આઉટ થયો હતો. પંતનું આવુ જ ફોર્મ ચાલતું રહ્યું તો તેમને વાઇટ બોલ (T20 ઈન્ટરનેશનલ અન ODI)માંથી પડતા મુકી શકાય છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે કિવી ટીમે માઇકલ બ્રેસવેલની જગ્યાએ ફરી એડમ મિલ્નેને પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું છે.