હોળી રંગોનો તહેવાર છે અને આ તહેવારમાં ચહેરા અને શરીર પરથી રંગ દૂર કરવામાં ઘણી મુશ્કેલી થાય છે. હોળી રમતા પહેલા વાળમાં સીરમ અથવા કંડીશનરનો ઉપયોગ કરો. તેનાથી વાળને ગુલાલ અને રંગના કારણે નુકસાન નહી થાય.
સૌંદર્ય વિશેષજ્ઞ શહનાઝ હુસૈને હોળી રમતા પહેલાં ત્વચા અને વાળની કેવી રીતે સુરક્ષા કરવી જોઇએ તેને લગતી કેટલીક ટિપ્સ આપી છે જે તમને મદદરૂપ સાબિત થશે.
હેર ક્રીમથી વાળમાં હળવા હાથે માલિશ કરો. તેના માટે તમે નારિયલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી રાસાયણિક રંગોથી વાળને થતાં નુકસાનથી બચાવી શકાય છે.
હોળીના રંગોથી નખને બચાવવા માટે નખ પર નેલ વાર્નિશથી માલિશ કરવી જોઇએ. હોળી રમ્યા બાદ ત્વચા તથા વાળ પર જામેલા રંગને હટાવવો મુશ્કેલ છે. તેથી સૌપ્રથમ ચહેરાને બે વાર ચોખ્ખા પાણીથી સાફ કરો. તે બાદ ક્લીન્ઝીંગ ક્રીમ અથવા લોશનથી લેપ કરી લો અને થોડીવાર પછી ભીના રૂથી સાફ કરી લો.
ઘરે જ ક્લીન્ઝર બનાવવા માટે અડધો કપ ઠંડા દૂધમાં, તલ, ઓલીવ, સૂર્યમુખી અથવા કોઇ વનસ્પતિ ઓઇલ મિક્સ કરો. રૂની મદદથી આ મિશ્રણને ત્વચા પર લગાવીને સાફ કરી લો.
શરીર પરથી રાસાયણિક રંગો હટાવા માટે તલના તેલથી માલિશ કરો. તેનાથી ત્વચાની વધુ સુરક્ષા પણ મળશે.
વાળને સાફ કરવા માટે વારંવાર વાળને સાદા પાણીથી ધોતા રહો. તે પછી વાળને હર્બલ શેમ્પુથી ધોઇ લો અને પછી કંડીશનર કરી લો.