થઈ જાવ તૈયાર હવે Amazon પર નોકરી પણ મળશે… કઈ રીતે? જાણો વિગત

0
66

જે લોકો ભારતમાં નોકરીની તલાસમાં છે તે લોકો માટે એક ખુશ ખબર છે. એમેઝોન પાસે ભારતમાં લગભગ 1,300 નોકરીઓ છે. કંપનીની વેબસાઈટ અનુસાર આ આંકડો એશિયન પેસેફિકમાં સૌથી વધુ છે. નોકરીઓનો આ આંકડો ચીનમાં હાજર નોકરીઓના મુકાબલે ત્રણ ગણો વધારે છે. યુએસએમાં એમેઝોનના હેડક્વાર્ટર ઉપરાંત ફક્ત જર્મનીમાં ભારતના બરાબર નોકરીઓ છે.

ટેક્નોલૉજી સેક્ટરને છોડીને આ નોકરીઓ ધણી ઈન્ડસ્ટ્રિઝ માટે છે. ભારત માટે કંપની પાસે 1,286 જોબ ઓપનિંગ છે, ત્યાં જ ચાઇનામાં 467 ઓપનિંગ, જાપાનમાં 381 ઓપનિંગ, ઓસ્ટ્રેલિયામાં 250 ઓપનિંગ અને સિંગાપુરમાં ઓપનિંગનો આંકડો 174 છે. Amazon પોતાની ઇ-કૉમર્સ અને ક્લાઉડ બિઝનેસ (AWS) વેન્ચર્સને વિસ્તાર આપવા માટે તૈયાર છે.

પેમેન્ટ, કંટેન્ટ (પ્રાઇમ વીડિયો), વૉઇસ આસિસ્ટેન્ટ (એલેક્સા), ફૂડ રિટેલ અને કન્ઝ્યુમર સપોર્ટ કંઈક એવા ક્ષેત્ર છે જ્યાં કંપની વિસ્તાર કરવા માંગે છે. 2018ના અંત સુધી કંપનીએ 60,000 કર્મચારીઓની ભરતી કરી હતી. જે 6.1 લાખ કર્મચારીઓના ગ્લોબલ સ્ટ્રેન્થનું 10% છે. મોટાભાગની નવી નોકરીઓ ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદ માટે છે.

કંપની અનુસાર, આ નોકરીઓ સોફ્ટવેર ડેવલોપમેન્ટ, પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ, મશીન લર્નિંગ, ક્વોલિટી ચેક, વેબ ડેવલોપમેન્ટ, સપ્લાય ચેન, કંન્ટેન્ટ ડેવલોપમેન્ટ, ઓપરેશન્સ, સ્ટુડિયો એન્ડ ફોટોગ્રાફી અને આવા ઘણા એરિયા માટે છે.

ગયા વર્ષે કંપનીએ એમેઝેન એલેક્સા પર ઓલ ઇન્ડિયા રેડિયો (એઆઈઆર) ના વિવિધ ભારતી અને 14 અન્ય ક્ષેત્રીય ભાષાઓના રેડિયો ચેનલો મળ્યાં હતાં. ભારતની તૈયારી ભારતમાં ફૂડ-રિટેલિંગ પ્રોડક્ટ્સ પર 500 મિલિયન ડૉલર ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ છે. એટલે કંપની ભારત માટે મોટી તૈયારીઓમાં છે.

ઉપરાંત તમને જણાવી દઈએ કે ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર ગ્રેટ ઇન્ડિયા સેલનું આયોજન છે. આ સેલનું આયોજન 20 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવ્યું છે. અમેજન પ્રાઇમ મેબેર્સ 19 જાન્યુઆરી બપોરે 12 વાગ્યે સ્પેશિયલ ડીલ્સનો એક્સેસ મળશે.

સેલ દરમિયાન કંપની તરફથી લેપટોપ અને સ્માર્ટફોન જેવા ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવા ઉપરાંત HDFC બેન્ક કાર્ડ્સ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. સાથે સાથે અમુક પ્રોડક્ટ્સ પર નો-કોસ્ટ EMI અને એક્સચેંજ ઓફર પણ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here