થરુરની ભલામણ- પૂરમાં લોકોને બચાવનાર કેરળના માછીમારોને શાંતિ નોબલ આપો

0
25

તિરુવનંતપુરમ: કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કેરળમાં ગયા વર્ષે આવેલા ભીષણ પુર દરમિયાન લોકોના જીવ બચાવનાર રાજ્યના માછીમારોને શાંતિનું નોબેલ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. આ વિશે તેમણે નોર્વેની નોબલ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે.

થરુરે લખ્યું- માછીમારોએ તેમના જીવની ચિંતા ન કરી
  • થરુરે પત્રમાં લખ્યું કે, જે સમયે તે ત્રાસદી તેની ચરમસીમાએ હતી તે સમયે રાજ્યના અનેક માછીમારોના સંગઠન સાથે જોડાયેલા લોકોએ તેમના જીવની ચિંતા કર્યા વગર રાહત અને બચાવ કાર્યોમાં ભાગ લીધો હતો અને સ્થાનિક લોકોને બચાવ્યા હતા.
  • પત્રમાં તેમણે આગળ લખ્યું છે કે, આ માછીમારોએ તેમની હોડી પૂરગ્રસ્ત વિસ્તારોમાં લઈ જઈને તેમના અનુભવ અને સ્થાનિક સ્થિતિના આધારે ત્યાં રહેતા લોકોને બચાવ્યા અને તેમની મહેનતથી હજારો લોકોના જીવ બચ્યા હતા.
  • દેશના વિવિધ વિભાગમાં માછીમારો સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે અને કેરળના માછીમારોની પણ તે જ સ્થિતિ છે. થરુરે કહ્યું કે, કેરળના માછીમારોના સાહસને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તેમની મદદથી જ હજારો લોકોના જીવ બચી શક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here