Thursday, October 21, 2021
Homeથરૂરે જણાવ્યું-વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવું એ ભારત માટે સમર્પણથી બદતર
Array

થરૂરે જણાવ્યું-વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન રમવું એ ભારત માટે સમર્પણથી બદતર

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે એક વીડિયો જાહેર કરીને ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમવુ જોઇએ એવી વકાલત કરી છે. થરૂરે ટિ્વટ કરીને જણાવ્યું છે કે કારગિલ યુદ્ધ થયા બાદ પણ ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમીને તેને હરાવ્યું હતુ. વધુમાં થરૂરે જણાવ્યુ્ં કે આ વર્ષે પાકિસ્તાન સામે રમવાનું મોકુફ રાખીને ભારત ફક્ત બે અંક જ નથી ગુમાવવાનું પણ આ એક આત્મસમર્પણથી પણ બદતર હશે. આ જાણે પાકિસ્તાન સામે લડ્યા વગર જ હારી જવા જેવું લાગશે એમ શશિ થરૂરે જણાવ્યું હતુ.

બીજી બાજુ પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ એક ડ્રાફ્ટ લેટર(પ્રસ્તાવ પત્ર) તૈયાર કર્યુ છે. આ પત્રમાં આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)પાસે પાકિસ્તાનને વન ડે વર્લ્ડ કપમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે. આ પ્રસ્તાવને આઇસીસીમાં મોકલવા બાબતે બીસીસીઆઇમાં શુક્રવારે નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીના રોજ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)ની ત્રિમાસિક બેઠક દુબઇમાં આયોજીત થવાની છે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને રાહુલ જૌહરી ભાગ લેવાના છે. એવામાં આ બેઠકમાં પાકિસ્તાનનો મુદ્દો ઉભો થાય એવી સંભાવના છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments