થોડા વરસાદમાં જ અમદાવાદના રસ્તા પર પડ્યા ભુવા, ખાડામાં સ્કૂલ બસ ફસાતા ચક્કાજામ

0
20

  • CN24NEWS-18/06/2019
  • અમદાવાદમાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે AMC દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાતા વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એક રીપોર્ટ અનુસાર, વરસાદની સીઝન પહેલા અમદાવાદ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે સામાન્ય એવા વરસાદમાં અમદાવાદમાં ભુવાઓ પડ્યા હતા. અમદવાદના ન્યુ કોટન વિસ્તારમાં ખાડાને બુરી દેવામાં આવ્યો હતો. પણ જ્યારે વરસાદ પડ્યો ત્યારે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ખાડાનો જે વિસ્તાર હતો તેને કોર્ડન કરવામાં આવ્યો હતો. વહેલી સવારે આ ખાડામાં એક ગાય પડી ગઈ હતી. જેનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ખાડાના કારણે બાઈકો પણ સ્લીપ થતી હોવાની સ્થાનિક લોકોની ફરિયાદો ઉઠી હતી.બીજી તરફ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પડેલા ભુવામાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસ જ્યારે ખાડામાં ફસાઈ ત્યારે તેમાં બાળકો પણ સવાર હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્કૂલ બસમાંથી બાળકોને બહાર કાઢી બસને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

 

સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ખાડો 25 દિવસથી પડેલો છે અને વરસાદના કારણે વધારે ભયંકર થઇ ગયો છે. આજે સવારે એક ગાય અને બે બાઈકવાળા ખાડાના કારણે સ્લીપ થઇ ગયા હતા, ત્યારે હવે ખાડાના કારણે કોનો ભોગ લેવાશે. આ ખાડમાંથી પહેલા પાણી નીકળતું હતું પછી પાલિકાવાળા સરખું કરવા માટે આવ્યા પણ તેઓ સરખું કર્યા વગર ચાલ્યા ગયા. આજે વરસાદ આવવાના કારણે ખાડો ખૂબ જ જોખમી બની ગયો છે. સાંજે આ જગ્યા પર માર્કેટ ભરાય છે. જેના કારણે વાહનોનું ફૂલ ટ્રાફિક જામ થઈ જાય છે.

થોડા જ વરસાદમાં જો અમદાવાદના રસ્તા પર ભુવાઓ પડવાની ઘટનાઓ બનતી હોય તો આગામી ચોમાસાની સીઝનમાં આવી કેટલી ઘટનાઓ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here