થોડા સમય પહેલા સેમસંગે લોન્ચ કરેલા ફોલ્ડેબલ ફોન પર સ્ક્રીન તૂટી જવાની યૂઝર્સે કરી ફરીયાદ

0
40

ગેજેટ ડેસ્ક. દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગે થોડા સમય પહેલા જ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. 26 એપ્રિલના રોજથી સેમસંગે ગેલેક્સી ફોલ્ડ ફોનનું વેચાણ પણ શરુ થવાનું હતું. આ ફોનને કમર્શિયલ લોન્ચિંગ પહેલા જ કંપનીએ આ ડિવાઇસને ઘણી મીડિયા સંસ્થાઓ અને ટેક એક્સપર્ટ પાસે રિવ્યૂ માટે મોકલ્યો હતો. તેમાં ઘણી રિવ્યૂઅરે આ ફોનની મજબૂતી પર પ્રશ્નો થવા લાગ્યા છે. રિવ્યૂઅરના રિપોર્ટ મુજબ, થોડાક દિવસના ઉપયોગ બાદ ફોનની સ્ક્રીન તૂટવા લાગી છે. આ ફોનની અંદાજીત કિંમત 1.37 લાખ છે.

ટેક રિવ્યૂઅર માર્ક ગરમેને લખ્યુ કે, ગેલેક્સી ફોલ્ડનું જે રિવ્યૂ યુનિટ મને મોકલવામાં આવ્યું હતું. તે ફક્ત બે દિવસના ઉપયોગમાં જ તૂટી ગયુ હતુ. હવે તે કોઇ કામ કરવા માટે સક્ષમ રહ્યું નથી. એ કહેવું મુશ્કેલ છે, કે આ દરેક સાથે થઇ રહ્યું છે કે ફક્ત મને જે મોકલવામાં આવ્યું તેમાં જ આ સમસ્યા છે.

બ્લૂમબર્ગે રિવ્યૂમાં લખ્યુ હતું કે, આ ફોનની સ્ક્રીનમાં અનેક સમસ્યાઓ છે. આ ફોનમાં પહેલા તો જમણી બાજુની ડિસ્પ્લેએ કામ કરવાનું બંધ કર્યું, ત્યાર બાદ ડાબી બાજુની ડિસપ્લેમાં સમસ્યાઓ થવા લાગી હતી. અને છેલ્લા તો ફોનએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધુ. મોટાભાગના એક્સપર્ટ્સે આ પ્રકારના જ રિવ્યૂ આપ્યા છે.

સીએનબીસીના ટેક એડિટર કોવાશોવ્ડ મુજબ, ડિવાઇસની ડાબી બાજુની સ્ક્રીન યોગ્ય રીતે કામ કરી રહી નથી. આ તકલીફ એક દિવસના ઉપયોગ બાદ જ શરુ થઇ ગઇ છે. ધ વર્જ કે ડાયટર બોન અને લોકપ્રિય યૂટ્યૂબ રિવ્યૂઅર માર્ક્સ બ્રાઉનલીએ ગેલેક્સી ફોલ્ડની સ્ક્રીનમાં સમસ્યાઓ જણાવી છે.

ઘણા રિવ્યૂઅરે જણાવ્યું કે, જેમાં સ્માર્ટફોનના ડિસપ્લે પર પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક ફિલ્મ હટાવી લેવાથી સ્ક્રીન તૂટી જાય છે. મેન્યુઅલમાં આપેલા પ્રેટેક્ચિવ પ્લાસ્ટિક ફિલ્મને ફોનથી રિમૂવ કરવાનું નથી. જો કે આ વિષયને લઇને કોઇ ચેતવણી આપવામાં આવી નથી. જો કે અમુક ઘટનામાં ડિસપ્લે ત્યારે તૂટી છે જ્યારે યૂઝરે પ્રોટેક્ટિવ પ્લાસ્ટિક ફિલ્મ સ્ક્રિન પરથી દૂર કરી છે.

સેમસંગે થોડા સમય પહેલા ગેલેક્સી ફોલ્ડનો એક ટેસ્ટ રિપોર્ટ રજૂ કર્યો છે. તે રિપોર્ટ મુજબ, આ ડિવાઇસને રોબોટની મદદથી ઘણી વખત ફોલ્ડ-અનફોલ્ડ કરીને ચકાસણી કરવામાં આવી હતી. તે સાથે કંપનીએ દાવો કર્યો હતો કે આ ફોનને બે લાખ વખત ફોલ્ડ અનફોલ્ડ કરી શકાશે. તે પરથી કહી શકાય કે ફોન આશરે દોઢથી ત્રણ વર્ષ સુધી આરામથી ચાલશે.