Thursday, August 11, 2022
Homeથોમસનું બેટ સ્ટમ્પ્સને લાગ્યું તો પણ તેને આઉટ ન અપાયો, જુઓ વીડિયો
Array

થોમસનું બેટ સ્ટમ્પ્સને લાગ્યું તો પણ તેને આઉટ ન અપાયો, જુઓ વીડિયો

- Advertisement -

વર્લ્ડ કપની સોમવારની બાંગ્લાદેશ-વેસ્ટ ઇન્ડીઝની મેચમાં શાકિબ અલ હસન સ્ટાર ખેલાડી રહ્યો હતો, જેણે બાંગ્લાદેશને 7 વિકેટે જીતાડી દીધું હતું. પરંતુ આ મેચમાં એક આકર્ષણનું કેન્દ્ર ઓશાને થોમસ પણ રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝના ઓશાને થોમસ સાથે રસપ્રદ ઘટના બની હતી, જેમાં તેનું પોતાનું બેટ સ્ટમ્પ્સને અડી ગયું હતું અને બેઇલ્સ પણ પડી ગઇ હતી, તો પણ તેને આઉટ આપવામાં નહોતો આવ્યો.

વાત એવી છે કે, વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગની 49મી ઓવરમાં બેટ્સમેન ઓશાને થોમસ બેટિંગ કરી રહ્યો હતો અને સામે મુસ્તફિઝુર રહમાન બોલિંગ કરી રહ્યો હતો. એવામાં 49મી ઓવરના પાંચમા બોલે ઓશાનેએ મોટો શોટ રમવાની કોશિશ કરી, પરંતુ તે બોલ ચૂકી ગયો હતો અને બોલ વિકેટ કીપર પાસે ચાલ્યો ગયો હતો.

 

https://www.instagram.com/p/By0cNJrnlY6/?utm_source=ig_embed

પરંતુ જ્યારે બેટ્સમેન ઓશાને થોમસથી બોલ રમાયો નહીં તો તેણે શોટ રમ્યા બાદ રિલેક્સ થવાના ક્રમમાં ભૂલથી તેનું બેટ સ્ટમ્પ્સને અડી ગયું હતું અને બાંગ્લાદેશના ખેલાડીએ હિટ વિકેટ આઉટ માટે અપીલ કરી હતી. એવામાં થર્ડ અમ્પાયર પાસે આ નિર્ણય ગયો હતો અને રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે નિર્ણય લીધો હતો કે, ઓશાનેનું બેટ શોટ રમ્યા બાદ સ્ટમ્પ્સને લાગ્યું હતું. બોલ સ્ટમ્પ્સને પાર કરીને વિકેટ કીપર સુધી પહોંચી ગયો હતો, એવામાં બેટ્સમેનને આઉટ ન આપી શકાય અને તેને નોટ આઉટ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝે 322 રનનો બાંગ્લાદેશને ટાર્ગેટ આપ્યો હતો, જે એક સમયે અસંભવ લાગતો હતો, પરંતુ બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને ધમાકેદાર બેટિંગ કરીને સદી ફટકારની પોતાની ટીમને 41.3 ઓવર્સમાં જ જીત અપાવી દીધી હતી. શાકિબ અલ હસને અણનમ 124 રન ફટકાર્યા હતા. તેણે પોતાની 99 બોલની ઇનિંગમાં 9 ફોર ફટકારી હતી. આ સિવાય લિટન દાસે પણ 68 બોલમાં 94 રન ફટકારી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular