Friday, December 3, 2021
Homeદક્ષિણના 3 રાજ્યોમાં મોદીની મુલાકાત, આંધ્રના CM બોલ્યાં- શું અમારી બર્બાદી જોવા...
Array

દક્ષિણના 3 રાજ્યોમાં મોદીની મુલાકાત, આંધ્રના CM બોલ્યાં- શું અમારી બર્બાદી જોવા આવો છો

ચેન્નાઈઃ વડાપ્રધાન મોદી રવિવારે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક જશે. જ્યાં તેઓ વિકાસના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગત વર્ષે ભાજપની સાથે TDPએ ગઠબંધન તોડ્યાં બાદ મોદી આંધ્રપ્રદેશ પહેલી વખત જશે. તેઓ ગુંટૂરમાં એક સભાને સંબોધિત કરશે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ પાર્ટી કાર્યકર્તાઓને PMની મુલાકાતનો વિરોધ કરવાનું આહ્વાન કર્યું છે.

ત્રણ રાજ્યોની મુલાકાતમાં મોદી પહેલાં આંધ્રપ્રદેશ જશે. ત્યાં તેઓ વિશાખાપટ્ટનમમાં સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ રાષ્ટ્રને સમર્પતિ કરશે. જેની ક્ષમતા 13 લાખ 30 હજાર ટન છે. આ ઉપરાંત કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં ONGCના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

આંધ્રની સાથે વિશ્વાસઘાતનો વિરોધ કરીશું- TDP પ્રમુખ: ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, “મોદી સરકારે આંધ્રની સાથે વિશ્વાસઘાત કર્યો છે જેનો વિરોધ કરો. અને આ વાતની ચર્ચા સમગ્ર દેશમાં થવી જોઈએ. રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર કરાયું. વડાપ્રધાન 2014માં રાજ્યના ભાગલા પછી બર્બાદી જોવા આવી રહ્યાં છે.” આ પહેલાં નાયડૂએ કહ્યું હતું કે શું તેઓ એ જોવા આવે છે કે લોકો હજુ જીવતા છે કે નહીં?

આંધ્રની મુલાકાત બાદ મોદી તમિલનાડુના તિરુપુરમાં 100 બેડની ISIC હોસ્પિટલ, ત્રિચિ એરપોર્ટ પર નવા ભવન તેમજ ચેન્નાઈના આધુનિકિકરણના પ્રોજેક્ટનો પાયો નાંખશે. ચેન્નાઈમાં ભારત પેટ્રોલિયમના ટર્મિનલ અને ચેન્નાઈ મેટ્રોના એક ફેઝની શરૂઆત કરશે. મોદી કર્ણાટકના ધારવાડમાં IITનું શિલાન્યાસ કરશે. જે બાદ મેંગલુરુ અને પેદુરમાં પેટ્રોલિયમ રિઝર્વ રાષ્ટ્રને સમર્પિત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments