Saturday, September 24, 2022
Homeદક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં રાંદેરના યુવાનની કરપીણ હત્યા
Array

દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં રાંદેરના યુવાનની કરપીણ હત્યા

- Advertisement -

સુરત: રાંદેર વિસ્તારના એક યુવાનની આફ્રિકાના જોનીસબર્ગ ખાતે ક્રૂરતાપૂર્વક હત્યા કરી ત્રણ હત્યારા ફરાર થઈ ગયાની ઘટના શુક્રવારે રાત્રે બની હતી. નાણાં આપવા માટે બોલાવી ત્રણ યુવાનોએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

ક્રૂરતાપૂર્વક હત્યા કરી
રાંદેરમાં મેરુ લક્ષ્મી મંદિરની સામે આવેલી અમી સોસાયટીમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા ઇમરાનભાઈ પટેલના લઘુબંધુ સિરાઝ (ઉ.વ.35)ની જોનીસબર્ગમાં હત્યા કરવામાં આવી હતી. આ અંગે ઇમરાનભાઈનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે  છેલ્લાં સાડા ત્રણ વર્ષથી સિરાઝ આફ્રિકાના પ્રિટોરિયામાં રહી ટેલરિંગનો વ્યવસાય કરતો હતો. જેને ભારતીય ચલણ મુજબ રૂ. પાંચ લાખ એક વ્યક્તિ પાસે લેવાના નીકળતા હતા. આ રકમ આપવા માટે પ્રિટોરિયાથી જોહનીસબર્ગ બોલાવી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણ હત્યારા નાસી છૂટ્યા હતા. ચપ્પુ વડે હુમલો કરી ગળું કાપી હત્યા કરી દેવાઈ હતી.
બે પુત્રોએ પિતા ગુમાવ્યા
તેમણે કહ્યું કે સિરાઝના ભાઈ સરફરાઝ અને બે સાળા પણ ત્યાં જ રહેતા હોવાથી સિરાઝની દફનવિધિ ત્યાં જ કરી દેવામાં આવી છે. બે પુત્રોએ પિતાની અને પત્નીએ પતિની છત્રછાયા ગુમાવી હતી. માતા-પિતા અને ભાઇના પરિવાર સાથે રહેતા સિરાઝની હત્યાની જાણકારી મળતાની સાથે જ પરિવાર પર આફતનું આભ ફાટી પડ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular