દક્ષિણ ચીન સાગરમાં ઓસ્ટ્રેલિયન નેવીની મુલાકાત બાદ સિડની હાર્બર પહોંચ્યા ચીનના ત્રણ જંગી જહાજ

0
11

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના સિડીની હાર્બરમાં ચીનના ત્રણ મોટાં યુદ્ધ જહાજ જોવા મળ્યા બાદ હોબાળો થયો છે. હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઓસ્ટ્રેલિયાઈ નેવીએ વિવાદીત સાઉથ ચાઈના સીમાં મુલાકાત કરી હતી, ત્યારે ચીનના નેવી સાથે સામનો થયો હતો. એવું પણ કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાઈ પાયલટ પર લેઝરથી નિશાન રખાયું હતું. આ સમાચારની વચ્ચે સોમવારે સવારે અચાનક 700 નૌસૈનિકોની સાથે ત્રણ ચીની યુદ્ધ જહાજ સિડની હાર્બર પહોંચ્યા છે, જેનાથી તે વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાને યાત્રા દરમિયાન જાહેર કર્યું નિવેદન
સોલોમન આઈલેન્ડની યાત્રા પર ગયેલા વડાપ્રધાન સ્કોટ મોરિસને ઘટનાની ગંભીરતના ધ્યાનમાં રાખીને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે, સામાન્ય લોકો માટે આ ચોંકાવનારી વાત હોઈ શકે છે પરંતુ સરકારને આ વિશે બધી ખબર છે. મોરિસને કહ્યું કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન યુદ્ધ જહાજ ચીન ગયા હતા. આ સંજોગોમાં આ ચીનની પારસ્પરિક મુલાકાત હતી. તેમના યુદ્ધના જહાજ મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ)થી ડ્રગ ટ્રાફિકિંગ ઓપરેશન પછી પરત આવ્યા હતા.

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે જે યુદ્ધ જહાજ હાર્બરમાં જોવા મળ્યા હતા તેમાં એક યુઝાઓ ક્લાસનું લેડિંગ શિપ, એક લુઓમા ક્લાસનું શિપ અને એક એન્ટી સબરમીન મિસાઈલ સિસ્ટમ યુક્ત શુચાંદ ક્લાસનું આધુનિક સબમરીન સામેલ છે. નિષ્ણાતો દ્વારા આ ત્રણેય સબમરીનની ઓસ્ટ્રેલિયાની મુલાકાત વિશે સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.

ચીની યુદ્ધ જહાજોનું ઓસ્ટ્રેલિયા જવું પણ અજીબ માનવામાં આવે છે
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની સિક્યુરિટી કોલેજના હેડ રોરી મેડફાકે કહ્યું છે કે, સામાન્ય રીતે ચીન અત્યાર સુધી અહીં એક યુદ્ધ જહાજ મોકલતું હતું. પરંતુ 700 નૌસૈનિકોની ટાસ્ક ફોર્સને ત્રણ યુદ્ધ જહાજમાં મોકલવાની ઘટના પ્રથમ વખત સામે આવી છે. તેની સાથે જ અદન ખાડીથી ચીન જતા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં તેમના યુદ્ધ જહાજોનું રોકાવું અજીબ છે. કારણકે તે ઘણાં દૂરના અંતરે આવેલા છે.

નૌસેનાની તાકાત વધારી રહ્યા છે જિનપિંગ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિવાદિત દક્ષિણ ચીન સાગરને સુરક્ષીત કરવા માટે પીપુલ્સ લિબરેશન આર્મીની નૌસેનાને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. તે માટે આધુનિક હથિયારો પર મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યું છે. ચીન ટૂંક સમયમાં જ પ્રશાંત અને હિન્દ-પ્રશાંત વિસ્તારમાં તેમની તાકાત રજૂ કરવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here