Saturday, September 25, 2021
Home'દબંગ 3'ના સેટ પર શિવલિંગ ઉપર ટેબલ મુકાતાં હોબાળો થયો, સલમાને સ્પષ્ટીકરણ...
Array

‘દબંગ 3’ના સેટ પર શિવલિંગ ઉપર ટેબલ મુકાતાં હોબાળો થયો, સલમાને સ્પષ્ટીકરણ કરવા આવવું પડ્યું

બોલિવૂડ ડેસ્કઃ મહેશ્વરમાં ચાલી રહેલું દબંગ-3નું શૂટિંગ ફરી વિવાદમાં સપડાયું છે. સેટ પરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. આ ફોટામાં શિવલિંગ પર ટેબલ મૂકેલું જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફોટો વાઇરલ થતાં જ તેનો વિરોધ શરૂ થઈ ગયો. આ વિરોધ એટલો આગળ વધી ગયો કે સલમાને જાતે આ વાતની ચોખવટ કરવી પડી.

સલમાને કહ્યું, ‘શિવલિંગ ઉપર કંપનીના લોકોએ એટલે ટેબલ મૂકી દીધું હશે કે તેનાથી શિવલિંગને કોઈ નુક્સાન ન થાય. જોકે, બપોરે ટેબલ હટાવી લેવામાં આવ્યું હતું.’ દબંગ 3નું શૂટિંગ પહેલાં ઉત્તરપ્રદેશમાં થવાનું હતું. પરંતુ બે મહિના પહેલાં મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે તમે ઈંદોરના છો તો મધ્યપ્રદેશમાં ફિલ્મનું શૂટિંગ કરો. જેથી ફિલ્મ દબંગ 3ના પહેલાં ચરણના શૂટિંગ માટે મહેશ્વરની પસંદગી કરવામાં આવી.

મહેશ્વરમાં આવેલા નર્મદા ઘાટ પર ફિલ્મ ‘દબંગ 3’નાં ટાઇટલ સોન્ગનું શૂટિંગ થઈ રહ્યું હતું. ગીતમાં સલમાન ખાન સાધુ-સંતોના વેશમાં રહેલા સહ-કલાકારો સાથે ડાન્સ કરી રહ્યો હતો. આ વેશને લીધે ઉશ્કેરાયેલા લોકોએ ફિલ્મનું શૂટિંગ રોકવાની માગ કરી હતી. આ ઉપરાંત, શૂટિંગ માટે રાજવાડાનો ગેટ બંધ કરાતાં મુસાફરો અને શ્રદ્ધાળુઓને તકલીફ પડી રહી હતી. નર્મદા કિનારાને પણ નુકસાન પહોંચતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને ફરિયાદ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments