Wednesday, December 8, 2021
Homeદબંગ 3નો વિલન થયો ફાઈનલ, સોનુ સુદ અને પ્રકાશ રાજ કરતા પણ...
Array

દબંગ 3નો વિલન થયો ફાઈનલ, સોનુ સુદ અને પ્રકાશ રાજ કરતા પણ છે ખતરનાક

સલમાન ખાનની ફિલ્મ દબંગે રેકોર્ડોની વણઝાર સ્થાપી દીધેલી. જો કે સલમાનની પછીની ફિલ્મોએ દબંગના રેકોર્ડોને તોડી નાખ્યા હતા. આ સમયે સલમાનની સ્ટાઈલના ફેન્સ દિવાના થઈ ગયા હતા. દબંગ 2 બાદ હવે તેના ત્રીજા પાર્ટની પણ ફેન્સ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ફિલ્મનો વિલન ફાઈનલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

દબંગ-3ના ડાયરેક્ટર અને લીડીંગ લેડી વિશે હજુ સસ્પેન્સ છે, પણ ફિલ્મના ડાયરેક્ટર તરીકે પ્રભૂદેવાનું નામ ચર્ચામાં રહ્યું છે. પ્રભૂએ આ પહેલા સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ વોન્ટેટ ડાયરેક્ટ કરી હતી. જ્યાંથી સલમાન ખાનની ફિલ્મોનું કરોડો રૂપિયા કમાવવાનું સ્ટારડમ હજુ પણ કન્ટીન્યુ છે. દબંગના પહેલા પાર્ટને અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે ડાયરેક્ટ કરી હતી. બીજા પાર્ટમાંથી તેને હટાવી સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને ફિલ્મને ડાયરેક્ટ કરી હતી જો કે તે ફિલ્મમાં અભિનવ જેવા ડાયરેક્શનનો કમાલ નહોતો દેખાયો.

દબંગ ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મોએ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. પહેલા પાર્ટના ગીતો સુપરહિટ રહ્યા હતા. જેમાં વિલન તરીકે છેદી સિંહના અવતારમાં સોનું સુદ જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર 141 કરોડની જ્યારે વિશ્વભરમાં 219 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા પાર્ટમાં પ્રકાશ રાજ વિલન તરીકે હતો. આ ફિલ્મને પણ બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. જેણે 173 કરોડની કમાણી કરી હતી અને વિશ્વભરમાંથી 265 કરોડની કમાણી કરી હતી.

હવે દબંગ 3નો પણ વિલન ફાઈનલ થઈ ગયો છે. આ ફિલ્મમાં કન્નડનો સુપરસ્ટાર સુદીપ કીચા જોવા મળશે. જે આ પહેલા કન્નડ ફિલ્મોમાં હિરો અને વિલન આમ બંન્નેના કિરદાર પ્લે કરી ચૂક્યો છે. છેલ્લે હિન્દીમાં આવેલી બાહુબલી ધ બિગનિંગમાં તે નાનકડાં સીનમાં દેખાયો હતો. અને હવે સલમાન ખાનની ફિલ્મ દબંગ 3માં તે જોવા મળશે.

જણાવી દઈએ કે સુદીપ કિચા હાલ સલમાન ખાનની હિટ ફિલ્મ સુલ્તાનની રિમેક પહિલવાનમાં કામ કરી રહ્યો છે. ફિલ્મનું ટીઝર પણ સામે આવી ચૂક્યું છે. જેમાં સુદીપ અદ્દલ સલમાન સ્ટાઈલમાં માચો લૂકમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સલમાન ખાને પણ સુદીપને તેની ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ ખબરો મળી છે કે સુદીપ પોતાના લૂકના કારણે ફિલ્મમાં સોનુ સુદના ભાઈ છેદી સિંહનો રોલ પ્લે કરશે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments