Wednesday, September 22, 2021
Home'દબંગ 3' ને લઈને સલમાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયો, ગેરકાયદેસર બનાવેલા સેટને...
Array

‘દબંગ 3’ ને લઈને સલમાન ખાન ફરી મુશ્કેલીમાં મુકાયો, ગેરકાયદેસર બનાવેલા સેટને હટાવવા માટે લીગલ નોટિસ ફટકારાઇ

બોલિવૂડ ડેસ્ક: ‘દબંગ 3’ ફિલ્મના શૂટિંગ માટે સલમાન ખાન હાલ મધ્ય પ્રદેશમાં છે. શૂટિંગને લઈને સલમાન ખાન કોઈને કોઈ વિવાદમાં ફસાઈ રહ્યો છે. શિવલિંગનો વિવાદ હજુ શાંત થયો જ હતો ત્યાં જૂની મૂર્તિઓને નુક્સાન પહોંચાડી ને સલમાન ફરી મુશ્કેલીમાં મુકાયો. ત્યારબાદ હવે નિયમોનું ઉલ્લંઘન કરીને ઐતિહાસિક પેલેસની અંદર ફિલ્મનો સેટ બનાવવા માટે ફિલ્મની ટીમને લીગલ નોટિસ ફટકારાઇ છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા ટીમને રવિવારે અપાયેલી નોટિસ મુજબ, ટીમને મધ્ય પ્રદેશના જળ મહેલની અંદર બાંધવામાં આવેલા સેટના અમુક ભાગને હટાવી દેવા માટે ઓર્ડર અપાયો છે. ઉપરાંત નોટિસમાં એવું પણ જણાવાયું છે કે, જો ફિલ્મમેકર્સ આ નોટિસ પર પૂરતું ધ્યાન આપીને યોગ્ય પગલાં નહીં લે તો શૂટિંગ કેન્સલ કરી દેવામાં આવશે.

નોટિસ મુજબ ફિલ્મની ટીમે ‘ધ એન્શિઅન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિઓલોજિકલ સાઇટ્સ રીમેઇન્સ એક્ટ, 1958’ અને બીજા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

નોટિસમાં જણાવ્યા મુજબ, શનિવારે જ પ્રોડક્શન હાઉસને યોગ્ય પગલાં ભરવા માટે કહેવાયું હતું તેમ છતાં તેમણે કોઈ પગલાં લીધા ન હતા. નોટિસની કોપી ધારના કલેક્ટર સહિત બીજા અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. ઉપરાંત ફિલ્મમેકર્સ પર નર્મદા ઘાટ પર ચાલી રહેલા શૂટિંગ દરમિયાન પૌરાણિક મૂર્તિઓને નુક્સાન પહોંચાડવાનો પણ આરોપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments