Monday, October 18, 2021
Homeદબંગ 3 માં થઇ બેબોની એન્ટ્રી, સલમાન ખાન સાથે કરશે આઇટમ નંબર
Array

દબંગ 3 માં થઇ બેબોની એન્ટ્રી, સલમાન ખાન સાથે કરશે આઇટમ નંબર

મુંબઇ: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 માં પોતાના સ્પેશિયલ ડાન્સ નંબરથી બધાને દીવાના બનાવનારી કરીના કપૂર ખાન ફિલ્મની આગળની કડીમાં જોવા મળશે. ફિલ્મના બીજા પાર્ટમાં આવેલું એનું આઇટમ નંબર ‘ફેવિકોલ થી’ ખૂબ ફેમસ રહ્યું હતું. હવે માહિતી મળી રહી છે કે મેકર્સ ફિલ્મના ત્રીજા ભાગમાં પણ કરીનાને લાવવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન ડાન્સ આઇકન પ્રભુદેવા કરશે.

માહિતી છે કે રોહિત શેટ્ટી સાથે મુલાકાત કર્યા બાદ કરીના અરબાઝ ખાનને મળવા જૂહુ ગઇ હતી. અરબાઝ દબંગ સીરિઝનો પ્રોડ્યૂસર છે. ફિલ્મના પહેલા પાર્ટમાં મલાઇકા અરોરા ‘મુન્ની બદનામ હુઇ’ આઇટમ નંબર કરતી નજરે પડી હતી. ત્યારબાદ બીજા ભાગમાં કરીનાએ આઇટમ નંબર કર્યું. રિપોર્ટ્સનું માનીએ કો  ત્રીજા ભાગમાં અરબાઝ આઇટમ નંબર માટે કરિનાને સ્વિચ કરવાના મૂડમાં નથી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર અશ્વની માંજરેકર, સોનાક્ષી સિંહા અને સલમાન ખાન તો પહેલાથી કાસ્ટનો ભાગ છે અને બાકી કલાકારોના કિરદારના હિસાબથી ફિટ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે અને સેટ્સને બનાવવાનું કામ જલ્દીથી જલ્ગી પૂરું કરી દેવામાં આવશે.

વાત કરીએ કરીનાના વર્કફ્રંટની તો એ છેલ્લે વીરે દે વેડિંગમાં કામ કરતી નજરે પડી હતી. તો હવે જલ્દી ફિલ્મ ગુડ ન્યૂઝમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments