દમણમાં ચાલકે કાબુ ગુમાવતા કાર બેંકમાં ઘૂસી ગઈ

0
32

સુરતઃ  દમણમાં એક વિચિત્ર કાર અકસ્માત સર્જાયો હતો. દમણમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેંકમાં ઘૂસી ગઈ હતી. કાર બેંકમાં ઘૂસતાની સાથે આસપાસના લોકો દોડી આવ્યા હતાં.

દમણના મશાલ ચોક ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રની શાખા આવેલી છે. જ્યાં બેંક ખુલે તે પહેલાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ગ્રીલ તોડીને બેંકમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જોકે બેંકની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં આ ઘટના બની હતી જેન કારણે કોઈ જાનહાની બની હતી. કાર બેંકમાં ઘૂસી જતાં નુકશાન થયું  હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here